સાથી ક્રિકેટરે યુવતીઓને લઇને ખોલ્યા હાર્દિક પંડ્યાના સિક્રેટ, કહ્યું 'અનેક ગર્લફ્રેન્ડ છે'

સાથી ક્રિકેટરે યુવતીઓને લઇને ખોલ્યા હાર્દિક પંડ્યાના સિક્રેટ, કહ્યું 'અનેક ગર્લફ્રેન્ડ છે'

 • Share this:
  લોકેશ રાહુલે હાર્દિક પંડ્યા વિશે કેટલાક ખુલાસા કર્યા છે. 'વ્હોટ ધ ડક' નામના એક ટોક શોમાં લોકેશ રાહુલે જણાવ્યું કે તે હાર્દિકનો સૌથી સારો મિત્ર છે અને ટૂર પર હંમેશા હાર્દિક પંડ્યા સાથે જ બહાર ફરવા જાય છે. રાહુલે યુવતીઓને લઇ હાર્દિક પંડ્યાના કેટલાક સિક્રેટ શેર કર્યા છે.

  'વ્હોટ ધ ડક' નામના ચેટ શોમાં લોકેશ રાહુલે હાર્દિક પંડ્યાને લઇ કેટલાક ખુલાસા કર્યા હતા. રાહુલે જણાવ્યુ કે તે હંમેશા હાર્દિક સાથે બહાર ફરવા જાય છે. અવાર નવાર હાર્દિક પંડ્યા યુવતીઓને મળે છે ત્યારે રાહુલ એકલો હોય તેવુ ફિલ કરે છે કારણ કે હાર્દિક ક્યારેય તેને તે યુવતીઓ સાથે મુલાકાત નથી કરાવતો.

  રાહુલે જણાવ્યુ હાર્દિકને લાગે છે કે હું તેની પાસેથી યુવતીઓને છીનવી લઇશ. જ્યારે હાર્દિક પંડ્યા કોઇ યુવતીનું નામ ભૂલી જાય છે ત્યારે રાહુલને બોલાવે છે અને તે યુવતીને ઇન્ટ્રોડ્યુસ કરાવે છે જેથી તેનું નામ જાણી શકે. આ ચેટ શોમાં લોકેશ રાહુલ સાથે ભારતીય ટીમનો દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ હતો.  લોકેશ રાહુલ અને અશ્વિને ડ્રેસિંગ રૂમના કેટલાક સીક્રેટ ખોલ્યા હતા. રાહુલે એમ પણ જણાવ્યુ કે વિરાટ કોહલીનો સૌથી મોટો ચુગલખોર કોણ છે. રાહુલે જણાવ્યુ કે જ્યારે પણ અમે વિરાટ કોહલીથી છુપાઇને કઇ પણ કરીએ છીએ હાર્દિક પંડ્યા તે વાત વિરાટ કોહલીને જરૂર જણાવી દે છે. હાર્દિક વિરાટનો સૌથી મોટો ચુગલખોર છે,  રાહુલે કહ્યું કે મને પંડ્યા સામે કઇ પણ બોલવાનો ડર લાગે છે. તે ક્યારે કોની સામે શું બોલી દે તેનો કોઇ વિશ્વાસ નથી. મહત્વપૂર્ણ છે કે ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસની તૈયારીમાં લાગેલી છે. લોકેશ રાહુલનો લાંબા સમય પછી ભારતીય વન ડે ટીમમાં સમાવેશ થયો છે. ભારત ઇંગ્લેન્ડમાં 3 ટી-20, 3 વન ડે અને 5 ટેસ્ટ મેચ રમશે.
  Published by:Sanjay Vaghela
  First published:June 19, 2018, 20:29 pm

  ટૉપ ન્યૂઝ