ઈંગ્લેન્ડમાં 24 વર્ષીય ક્રિકેટરનું મેદાન પર જ મોત, પ્રેક્ટિસ કરતા સમયે આવ્યો હાર્ટ અટેક

ઈંગ્લેન્ડમાં 24 વર્ષીય ક્રિકેટરનું મેદાન પર જ મોત, પ્રેક્ટિસ કરતા સમયે આવ્યો હાર્ટ અટેક

 • Share this:
  નવી દિલ્લી: ક્રિકેટના મેદાન પર ઘણા ખેલાડીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે, આવું જ કંઈક ઇંગ્લેંડના નૉટીધમશરમાં થયું છે. નૉટીધમશરના ક્રિકેટ બોર્ડ પ્રીમિયર લીગમાં રમનારા ક્રિકેટર જોશુઆ ડાઉની(Joshua Downie)નું અવસાન થયું છે. જોશુઆ ડાઉની મેદાન પર બેટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે તેને હાર્ટ એટેક આવ્યો હતો અને તે બેહોશ થઈ ગયો હતો. મિત્રોએ એમ્બ્યુલન્સને બોલાવી પણ ત્યાં સુધીમાં જોશુઆએ જીવ ગુમાવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, જોશુઆ ફક્ત 24 વર્ષનો હતો.

  જોશુઆ ડાઉનીના મૃત્યુથી તેના પરિવાર અને સાથી ખેલાડીઓમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેની નજીકના તમામ લોકો હજી પણ આશ્ચર્યમાં જોવા મળ્યા હતા. જોશુઆ ડાઉની ક્રિકેટર તેમજ શિક્ષક હતો. તાજેતરમાં તેણે લિવરપૂલ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. અને તે શિક્ષક તરીકે જોબ પણ કરતો હતો. અને સાથે ક્રિકેટ પણ રમતો હતો.   जोशुआ डाउनी की मौत से उनका परिवार और साथी खिलाड़ी सदमे में हैं. जोशुआ डाउनी क्रिकेटर के साथ-साथ एक टीचर भी थे. हाल ही में उन्होंने लिवरपूल यूनिवर्सिटी से ग्रेजुएशन पूरी की थी. (फोटो-एली डाउनी इंस्टाग्राम)

  મહત્વનું છે કે, જોશુઆ ડાઉની ઓલિમ્પિક જિમનાસ્ટ બેકી ડાઉની અને એલી ડાઉનીનો ભાઈ છે. જોશુઆ ડાઉનીની માતા હેલેન અત્યારે ખુબદ આઘાત અનુભવી રહી છે અને તે વિશ્વાસ કરી શકતી નથી કે, તેનો પુત્ર તેને આટલી નાની ઉંમરે તેમને છોડીને ચાલ્યો ગયો છે.

   बता दें जोशुआ डाउनी ओलंपिक जिमनास्ट बैकी डाउनी और एली डाउनी के भाई हैं. जोशुआ डाउनी की मां हेलेन सदमे में हैं और उन्हें यकीन नहीं हो रहा है कि उनका बेटा इतनी कम उम्र में उन्हें छोड़कर चला गया. (फोटो-एली डाउनी इंस्टाग्राम)

  નોટિંગમ ક્રિકેટ બોર્ડ પ્રીમિયર લીગમાં પણ જોશુઆ ડાઉનીના મોત પર દુ: ખ વ્યક્ત કરાયું હતું. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એનપીએલના દરેક સભ્યને જોશુઆના મૃત્યુથી ભારે દુખ છે. જોશુઆના પરિવાર પ્રત્યે અમારી સંવેદના છે.
  Published by:kuldipsinh barot
  First published:May 12, 2021, 00:16 am

  ટૉપ ન્યૂઝ