#Chandrayaan2 ના સફળ લોન્ચ પર ભજ્જીએ કર્યું એવું ટ્વિટ કે થયો Troll

અમુક દેશના ધ્વજ પર ચાંદ હોય છે જ્યારે અમુક દેશ ચંદ્ર પર પોતાનો ધ્વજ ફરકાવે છે : હરભજન સિંહ થયા ટ્રોલ

અમુક દેશના ધ્વજ પર ચાંદ હોય છે જ્યારે અમુક દેશ ચંદ્ર પર પોતાનો ધ્વજ ફરકાવે છે : હરભજન સિંહ થયા ટ્રોલ

  • Share this:
    ઇસરો દ્વારા ચંદ્રયાન 2ના સફળ લોન્ચિંગ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમેત અનેક જાણીતી સેલેબ્રિટીએ આ ઐતિહાસિક જીત માટે ઇસરોને અભિનંદન પાઠવ્યા. શુભેચ્છા પાઠવવાના આ લિસ્ટમાં જાણીતા ભારતીય ક્રિકેટર હરભજન સિંહ પણ સામેલ હતા. ટર્બનેટરના નામે જાણીતા ભજ્જીએ તેમના અધિકૃત ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કર્યું. અને થોડીક જ વારમાં તે આ જ ટ્વિટના કારણે ટ્રોલ થવા લાગ્યા. જેનું કારણ હતું તેમના ટ્વિટનું કેપ્શન. હરભજન સિંહે ટ્વિટમાં કહ્યું કે કેટલાક દેશાના ધ્વજ પર ચંદ્ર હોય છે અને બીજી તરફ કેટલા દેશ જેમ કે ભારત, ચીન, રશિયા ચંદ્ર પર જઇ તેમનો ધ્વજ ફરકાવે છે. નોંધનીય છે કે અમેરિકા સમેત ભારત, ચીન અને રશિયાએ અત્યાર સુધી ચંદ્ર પર પોતાના યાન મોકલવામાં સફળતા મેળવી છે.





    ત્યારે આડકતરી રીતે હરભજનને ચંદ્રાયાનના નામ પર પાકિસ્તાનને આડે હાથે લીધું હતું. અને આ સાથે જ મુસ્લિમ બહુમતી વાળા તુર્કી, મોરિશ્યસ, મલેશિયા જેવા દેશો પર પણ નિશાન સાંધ્યુ હતું. જો કે હરભજનના આ ટ્વિટ પછી જ્યાં કેટલાક લોકોએ હરભજનની પાકિસ્તાનની મજાક ઉડાવવા પર મજા લીધી હતી ત્યાં જ કેટલાક લોકોએ હરભજનની આલોચના પણ કરી હતી. જેના કારણે સોશિયલ મીડિયા પર ભજ્જી પાજી ટ્રોલ થવા લાગ્યા હતા.



    કેટલાક લોકો હરભજન સિંહની ટ્વિટની એટલા માટે આલોચના કરી કારણ કે ક્યાંક પાકિસ્તાનની ઉડાવા જતા તેણે અન્ય રાષ્ટ્રના ધ્વજનું પણ અપમાન કર્યું હતું.



    તો અન્ય એક યુઝર્સે હરભજનની જેમ જ પાકિસ્તાન ટીખળ કરવામાં જોડાઇ ગયો.



    Published by:Chaitali Shukla
    First published: