Home /News /sport /જૂના સાથીએ ધોનીના ઘરે તેના રૂમમાં એવું શું જોયું હતું કે હવે તેનો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા?
જૂના સાથીએ ધોનીના ઘરે તેના રૂમમાં એવું શું જોયું હતું કે હવે તેનો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા?
ધોનીના જૂના સાથીએ ઈન્ટરવ્યૂમાં મોટો ખુલાસો કર્યો
MS Dhoni: ભલે મહેન્દ્રસિંહ ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હોય તેમ છતાં હજુ પણ ફેન્સ તેના વિશે નવી-નવી વાત જાણવા માગે છે. આવામાં CSKના પૂર્વ ક્રિકેટરે એક મોટો દાવો કર્યો છે ધોનીના ફેન્સને તે વાત પણ વિશ્વાસ નહીં થાય.
દુનિયાભરમાં મહેન્દ્રસિંહ ધોનીના કરોડો ફેન્સ છે અને ભલે ધોનીએ નિવૃત્તિ લઈ લીધી હોય છતાં ફેન્સ હજુ તેના વિશે નવી-નવી વાતો જાણવા માગે છે. આવામાં ભારતને 2 વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવનારા ધોનીને લઈને CSK (Chennai Super Kings)ના પૂર્વ ક્રિકેટર જ્યોર્જ બેલીએ દાવો કર્યો છે કે ધોનીને હુક્કો પીવાનું પસંદ છે. તે પોતાના રૂમમાં હુક્કાનો સેટઅપ રાખે છે. ખેલાડીએ કહેલી આ વાતો સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
સામાન્ય રીતે ધોની વિવાદોથી દૂર રહેવાનું પસંદ કરે છે અને પોતાની અંગત વાતોને મોટાભાગે અંગત જ રાખે છે. આવામાં તેના જૂના સાથી ખેલાડીએ તેના રૂમની અંદરની વાત જાહેરામાં કહીને નવી ચર્ચા ઉભી કરી દીધી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન જ્યોર્જ બેલીએ ક્રિકેટ ડોટ કોમ એયૂને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે ધોનીને હુક્કો પીવાનું બહુ જ પસંદ છે. તે પોતાના રૂમમાં અરિસો પણ રાખે છે. તેનો રૂમ દરેક ખેલાડી માટે ખુલ્લો રહેતો હતો. અમે જ્યારે પણ તેમના ઘરે જઈએ તો કોઈને કોઈ યુવા ખેલાડી જરુર મળતા હતા. તેમણે પોતાના રૂમમાં હુક્કાનું આખું સેટઅપ કર્યું હતું.
અંતરને ઘટાડવા માટેનો રસ્તો..
બેલીએ કહ્યું કે ધોની એટલા માટે આવું કરે છે કે જેથી કરીને ખેલાડી એકબીજા સાથે ખુલીને વાત કરી શકે અને પોતાના વચ્ચેનું અંતર ઘટાડી શકે. જણાવી દઈએ કે બેલીએ CSK માટે એક સીઝન રમી હતી. તે રાઈઝિંગ પુણે જાયન્ટ્સનો પણ ખેલાડી રહ્યો હતો. જ્યોર્જ બેલીએ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લઈ લીધો છે.
એમએસ ધોનીનો ક્રિકેટ રેકોર્ડ
ધોનીએ કુલ 350 વનડે મેચ રમી છે જેમાં બે વખત ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. ધોનીએ વનડેમાં કુલ 10,773 રન કર્યા છે. આ સિવાય ટેસ્ટમાં 90 મેચમાં 4,876 રન બનાવ્યા છે. 98 મેચના T20 કરિયરમાં ધોનીએ 1617 રન કર્યા હતા. 2008થી IPL સાથે જોડાયેલી ધોનીએ 39.2ની એવરેજથી 4978 રન બનાવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર