ચહલના નામે T-20નો અનોખો રેકોર્ડ, આવું પરાક્રમ કરનાર પહેલો બોલર

kiran mehta | News18 Gujarati
Updated: December 22, 2017, 1:07 PM IST
ચહલના નામે T-20નો અનોખો રેકોર્ડ, આવું પરાક્રમ કરનાર પહેલો બોલર
આ મેચમાં ચહલે 4 વિકેટ ઝડપી એક મોટી સિદ્ધી પોતાને નામ કરી લીધી...

આ મેચમાં ચહલે 4 વિકેટ ઝડપી એક મોટી સિદ્ધી પોતાને નામ કરી લીધી...

  • Share this:
ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી ટી-20 મેચ નાગપુર કટકમાં રમવામાં આવેલ. ટીમ ઈન્ડીયાએ શ્રીલંકાને 93 રને હરાવ્યું હતું. ધોની અને યજુવેન્દ્ર ચહલ આ મેચમાં હીરો રહ્યા હતા. આ મેચમાં ચહલે 4 વિકેટ ઝડપી એક મોટી સિદ્ધી પોતાને નામ કરી લીધી.

શું પરાક્રમ કર્યું હતું ચહલે?
ચહલે શ્રીલંકા વિરુદ્ધ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 23 રન આપી 4 વિકેટ ચટકાવી હતી. ટીમ ઈન્ડીયાનો યુવા બોલર ચહલ વર્ષ 2017માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેનારો બોલર બની ગયો. ચહલે આ સિદ્ધી ત્રીજી વિકેટ લઈ પોતાનાના નામે કરી લીધી. તેણે આ વર્ષે 10 ટી-20 મેચમાં 19 વિકેટ ઝડપી આ સિદ્ધી મેળવી.

આ બોલરને તેણે પાછળ છોડ્યો
આ સાથે તેણે અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાનને પાછળ છોડ્યો, રાશિદ ખાનના નામે 1 વર્ષમાં 17 વિકેટ લેવાનો રેકોર્ડ હતો.

ટીમ ઈન્ડીયાના નામે વધુ એક રેકોર્ડટીમ ઈન્ડીયાએ શ્રીલંકાને ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચની સીરિઝની પહેલી મેચમાં હરાવી 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ટી-20 મેચમો રનની સરસાઈ પ્રમાણે આ અત્યાર સુધીની સૌથી મોટી જીત હતી. પહેલી બેટિંગ કરી ભારતે 3 વિકેટના નુકશાને 180 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા ટીમ 87 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

 

 
First published: December 22, 2017, 1:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading