Home /News /sport /

2011 વર્લ્ડ કપઃ યુવીની જિંદગીના એ સુંદર દિવસો બાદ બદલાઇ હતી જિંદગી

2011 વર્લ્ડ કપઃ યુવીની જિંદગીના એ સુંદર દિવસો બાદ બદલાઇ હતી જિંદગી

યુવરાજ સિંહની ફાઇલ તસવીર

દરેક વિશ્વ વિજયના રંગમાં રંગાયા હતા. આ વચ્ચે એક મિત્રએ પૂછ્યું કે યુવરાજને કોઇ પ્રોબ્લેમ છે કે શું. હું હોસ્પિટલ ગયો હતો. જ્યાં યુવરાજ જોવા મળ્યો હતો.



    ન્યૂઝ18ગુજરાતી- 2011 વર્લ્ડ કપ પુરો જ થયો હતો ભારતે 28 વર્ષ પછી વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. દરેક વિશ્વ વિજયના રંગમાં રંગાયા હતા. આ વચ્ચે એક મિત્રએ પૂછ્યું કે યુવરાજને કોઇ પ્રોબ્લેમ છે કે શું. હું હોસ્પિટલ ગયો હતો. જ્યાં યુવરાજ જોવા મળ્યો હતો. જે હોસ્પિલની વાત કરી હતી એ કેન્સર હોસપિટલ હતી. યુવરાજના નજીકની વ્યક્તિએ એટલું કહ્યું કે, કંઇ પ્રોબ્લેમ છે. યુવી ચેકઅપ કરાવી રહ્યો છે. થોડા દિવસ પછી પુષ્ટી થઇ કે યુવરાજને કેન્સર છે. જોકે, સારી બાબત એ હતી કે આ કેન્સરની સારવાર સંભવ હતી. યુવી કોઇ ખતરનાક સ્ટેજ ઉપર ન્હોતો.

    આ ખબરની સાથે એ બધી યાદો ઓસરવા લાગી જે વર્લ કપ 2011 સાથે સંકળાયેલી હતી. યુવરાજે આ વર્લ્ડ કપમાં ચાર અર્ધશતક લગાવ્યા હતા. યુવરાજ છેલ્લા દાવમાં હાંફતા નજર આવતા હતા. પરંતુ ત્યારે કોઇ અંદાજો ન લાગવી શકે કે હાંફવાનું કારમ ગર્મી છે કે કંઇ બીજું કારણ છે.

    ચેન્નઇમાં ભારતનો મુકાબલો વેસ્ટઇન્ડિઝ સાથે હતો. તારીખ 20 માર્ચહતી. આ દિવસે હોળી હતી. દક્ષિણ ભારતમાં હોળીને મોટો તહેવાર માનવામાં આવતો નથી. એટલા માટે અહીં ભારતની મેચ સરળતાથી કરાવી કાય છે. જોકે ત્યાં સુદી ટીમ ઇન્ડિયાનો રંગ એટલો બોધો ચડી ગયો હતો. કે, સવારે 10 વાગ્યાથી સ્ટેડિયમની બહાર લાંબી લાઇનો લાગેલી હતી.

    આ પણ વાંચોઃ-2011ના વર્લ્ડ કપના હીરો યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ

    યુવરાજે આ મેચમાં 113 રન બનાવ્યા હતા. 123 બોલની આ ઇનિંગમાં નક્કી કર્યું હતું કે ભારત અહીંથી મેચ જીતીને જ અમદાવાદ જશે. જ્યાં ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે રમવાનું હતું. ચેન્નાઇમાં મેચ બાદ પ્રેસ કોન્ફરન્સ થઇ હતી. જ્યાં યુવરાજ મુડ વગરના જોવા મળ્યા હતા. એક બે સવાલોના જવાબો સારી રીતે આપ્યા હતા. યુવરાજની છાપ એ સમયે કંઇક અલગ જ હતી. ત્યારબાદ ડ્રેસિંગ રૂમમાં યુવરાજ ઉલ્ટિઓ કરી રહ્યા હતા. આખા વર્લ્ડ કપમાં તેઓ ઉધરથી પરેશાન રહ્યા હતા.

    Published by:ankit patel
    First published:

    Tags: Sport, Yuvraj singh, ક્રિકેટ

    આગામી સમાચાર