નવી દિલ્હી : પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ (Yuvraj Singh)એ પોતાની નિવૃત્તિ પર બીસીસીઆઈ (BCCI) પ્રતિ નારાજગી વ્યક્ત કરી છે. તેણે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના મૅનેજમેન્ટના વર્તન ઉપર પણ સવાલ ઊભા કર્યા છે. યુવીએ કહ્યુ કે તેને એવું લાગ્યું કે, ટીમ મૅનેજમેન્ટ તેને ટીમથી કાઢવા માટે બહાના શોધી રહ્યું હતું. તેથી 'યો યો ટેસ્ટ' જેવી વસ્તુઓ અનિવાર્ય કરવામાં આવી. તેણે કહ્યું કે તે 2019નો વર્લ્ડ કપ રમવા માંગતો હતો. સમાચાર ચેનલ 'આજ તક'ને આપેલા ઇન્ટરવ્યૂમાં યુવરાજે એ વાત પર નિરાશા વ્યક્ત કરી કે બીસીસીઆઈએ વીરેન્દ્ર સેહવાગ (Virender Sehwag) અને ઝહીર ખાન (Zaheer Khan) જેવા સીનિયર ક્રિકેટરો સાથે તેમની કારર્કિદીના અંતિમ દિવસોમાં વાત ન કરી. યુવરાજ સિંહ ભારતીય ટીમ તરફથી છેલ્લી વાર 2017માં ઈંગ્લેન્ડની વિરુદ્ધ ટી-20 મેચમાં રમ્યો હતો. તેમાં ભારત 75 રને જીત્યું હતું.
'છેલ્લી 8-9 મેચમાં બે વાર મેન ઑફ ધ મેચ બન્યો હતો'
યુવીએ પોતાની નિવૃત્તિના સવાલ પર કહ્યુ કે, હું ચેમ્પિયન્સ ટ્રૉફી 2017 બાદ રમાયેલી 8-9 મેચોમાંથી બે મેચમાં મેન ઑફ મેચ બન્યો હતો અને હું ક્યારેય વિચાર્યુ નહોતું કે મને ટીમથી બહાર કરી દેવામાં આવશે. હું ઈજાગ્રસ્ત થઈ ગયો હતો અને મને શ્રીલંકાથી સીરીઝની તૈયાર કરવા માટે કહ્યુ હતું. પરંતુ અચાનકથી યો-યો ટેસ્ટ શરૂ કરી દેવામાં આવી. મારી પસંદગીમાં યૂ-ટર્ન હતો. અચાનકથી મને પરત જઈને 36 વર્ષની ઉંમરમાં યો યો ટેસ્ટની તૈયારી કરવી પડી. યો યો ટેસ્ટ પાસ કર્યા બાદ પણ મને સ્થાનિક ક્રિકેટ રમવા માટે કહેવામાં આવ્યું.
'તેઓ ટીમની બહાર રાખવાન બહાના કરી રહ્યા હતા'
યુવીએ વધુમાં કહ્યુ કે, તેઓએ વિચાર્યુ નહોતું કે હું આ ઉંમરે પણ ટેસ્ટ પાસ કરી લઈશ. અને એવામાં મને ના પાડવી સરળ નહોતી. તો તમે કહી શકો છો કે તેઓ બહાના શોધવા લાગ્યા હતા. મને લાગે છે કે જેણે 15-17 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યું હોય તેની સાથે ન બેસવું અને તેની સાથે વાત ન કરવી દુર્ભાગ્યપૂર્ણ છે. કોઈએ મારી કે વીરેન્દ્ર સહેવાગ અને ઝહીર સાથે વાત નથી કરી.
યુવરાજે કહ્યુ કે, કોઈ પણ ખેલાડી હોય તેની સાથે વાત કરવી જોઈએ કે હવે અમે યુવાઓ પર ધ્યાન આપી રહ્યા છીએ અને અમે આવી રીતે આગળ વધી રહ્યા છીએ. તેના કારણે એક વાર તો ખરાબ લાગી શકે છે પરંતુ તમે સાચું તો બોલ્યા. પરંતુ આવું ઈન્ડિયન ક્રિકેટમાં થતું નથી. અનેક મોટા નામોની સાથે આવું થઈ ચૂક્યું છે. મને ખરાબ લાગ્યું હતું પરંતુ હવે આગળ વધી ચૂક્યો છું.
2019નો વર્લ્ડ કપ રમવા માંગતો હતો યુવરાજ
વર્લ્ડ કપ 2011ના મેન ઑફ ધ ટૂર્નામેન્ટ રહેલા યુવરાજ સિંહએ કહ્યુ કે, તે 2019નો વર્લ્ડ કપ રમવા માંગતો હતો. 2015માં પણ જ્યારે તેને તક નહોતી મળી તો તે નિરાશ થયો હતો, તે સમય પણ તેણે રણજી ટ્રૉફીમાં ઘણા રન કર્યા હતા. જોકે, તેણે યોગ્ય સમયે નિવૃત્તિ લેવાના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી. નોંધનીય છે કે, યુવરાજે આ વર્ષે જૂનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી હતી.