1983 વર્લ્ડ કપ વિજેતા ક્રિકેટર યશપાલ શર્માનું હાર્ટ અટેકથી નિધન

પૂર્વ ભારતીય ક્રિકેટર યશપાલ શર્માનું નિધન (તસવીર- News18)

યશપાલ શર્મા 1983ના વર્લ્ડ કપમાં ભારત તરફથી સૌથી વધુ રન કરનારા બીજા ખેલાડી હતા, કારકિર્દીમાં ક્યારેય શૂન્ય રને આઉટ નહોતા થયા

 • Share this:
  નવી દિલ્હી. પૂર્વ ભારતીય મધ્યક્રમ બેટ્સમેન યશપાલ શર્મા (Yashpal Sharma)નું મંગળવારે હાર્ટ અટેકના કારણે નિધન થયું છે. પારિવારિક સૂત્રોએ તેમના (Former Cricketer Yashpal Sharma Death) નિધનની જાણકારી આપી. યશપાલ શર્મા 1983માં કપિલ દેવ (Kapil Dev)ની આગેવાનીમાં વર્લ્ડ કપ જીતનારી ટીમના સભ્ય હતા. તેમણે 37 ODI અને 42 ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેઓ 1979-83 સુધી મધ્યક્રમના અગત્યનો હિસ્સો હતા. થોડાક વર્ષો માટે નેશનલ સિલેક્ટર તરીકે પણ તેમણે કામ કર્યું અને 2008માં ફરથી પેનલમાં નિયુક્તિ થઈ હતી.

  યશપાલ શર્મા (Yashpal Sharma) 66 વર્ષના હતા. યશપાલ શર્મા 1983ના વર્લ્ડ કપ (ICC World Cup 1983)માં ભારત તરફથી સૌથી વધુ રન કરનારા બીજા ખેલાડી હતા. તેમણે 37 ટેસ્ટ મેચમાં 33.45ની સરેરાશથી 1606 રન અને 42 વનડે મેચમાં 28.48ની સરેરાશથી 883 રન કર્યા હતા.  આ પણ વાંચો, કંકોત્રી જોઈને સગાવહાલા બોલવા લાગ્યા ‘Love Jihad’, પરિવારને રદ કરવા પડ્યા વ્હાલી દીકરીના લગ્ન

  ઈન્ટરનેશનલ ક્રિકેટ ઉપરાંત ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ યશપાલ શર્માએ ઘણા રન ફટકાર્યા હતા. તેમણે 160 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 44.88ની સરેરાશથી 8933 રન કર્યા. બીજી તરફ, 74 લિસ્ટ એ મેચોમાં 34.42ની સરેરાશથી 1859 રન કર્યા હતા.

  આ પણ વાંચો, Gold Price Today: સોનાની કિંમતમાં મોટો ઘટાડો, રેકોર્ડ હાઇથી 10,000 રૂપિયા થયું સસ્તું, જાણો 10 ગ્રામના ભાવ


  નોંધનીય છે કે, યશપાલ શર્માએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ પાકિસ્તાનની વિરુદ્ધ 1978માં કર્યું હતું. પોતાની કારકિર્દીની અંતિમ મેચ વર્ષ 1985માં રમી હતી. પોતાની કારકિર્દીમાં યશપાલ ક્યારે પણ શૂન્ય રને આઉટ નહોતા થયા. સોશિયલ મીડિયા પર પ્રશંસકો અને પૂર્વ ક્રિકેટરો ટ્વીટ કરીને તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે.

  હાલમાં જ દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના નિધન પર યશપાલ શર્માએ ખુલાસો કર્યો હતો. યશપાલ શર્મા 1983ના વર્લ્ડ કપ દરમિયાન ક્રાંતિ ફિલ્મ વારંવાર જોતા હતા જેના કારણે તેમની અંદર ઉર્જાનો સંચાર થતો હતો. યશપાલ શર્માના નિધનથી ભારતીય ક્રિકેટને મોટી ખોટ પડી છે.
  Published by:Mrunal Bhojak
  First published: