નવી દિલ્હીઃ ભારત પાસે રવિવારે ICC ટ્રોફીના ચાલી રહેલા દુષ્કાળને ખતમ કરવાની મોટી તક છે. ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલી અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચીને ઈતિહાસ બનાવી ચૂકી છે. ત્યારે હવે ટીમ ઈન્ડિયાની યુવા બ્રિગેડ ઈંગ્લેન્ડ સામેની ટ્રોફી જીતીને નવો રેકોર્ડ બનાવવા ઈચ્છે છે.
29 જાન્યુઆરી 2023નો દિવસ એટલે કે રવિવાર ઈતિહાસના પાનામાં નોંધાઈ જવાનો છે. ભારત અને ઈંગ્લેન્ડની ટીમોએ પ્રથમ વખત ICC દ્વારા આયોજિત અંડર 19 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારત અને ઈંગ્લેન્ડ બંનેની નજર આ ટ્રોફી પર છે અને બંને ટીમોએ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી જોરદાર પ્રદર્શન કરીને ફાઈનલમાં પોતાની ટિકિટ કન્ફર્મ કરી લીધી છે.
ટીમ ઈન્ડિયાને આ વર્લ્ડ કપમાં યજમાન દક્ષિણ આફ્રિકા, UAE અને સ્કોટલેન્ડની સાથે ગ્રુપ Dમાં રાખવામાં આવી હતી. શેફાલી વર્માની કપ્તાનીવાળી ટીમે તમામ મેચ જીતીને સુપર સિક્સમાં જગ્યા બનાવી છે. ત્યારબાદ પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે તેની હાર થઈ હતી. સુપર સિક્સની બીજી મેચમાં ટીમ શ્રીલંકા સામે એકતરફી જીત નોંધાવીને સેમિફાઇનલમાં પહોંચી હતી. પછી ટીમ ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવીને ફાઇનલમાં પહોંચી ગઈ હતી.
શેફાલી અને શ્વેતા ટોપ ફોર્મમાં છે
ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટર્સની યાદીમાં ભારતીય ઓપનર શ્વેતા સેહરાવત ટોપ પર છે. તેના બેટિંગમાં એક-બે નહીં પરંતુ ત્રણ અડધી સદીની ઇનિંગ્સ જોવા મળી છે. 6 મેચમાં તેણે 92 રનની અણનમ ઇનિંગ સાથે 292 રન બનાવ્યાં છે. શેફાલીએ 6 મેચ રમીને 157 રન બનાવ્યાં છે અને તેનો સર્વોચ્ચ સ્કોર 78 રન છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર