Home /News /sport /

WTC Final 2021: ભારતની હારના 5 ‘ગુનેગાર’, ફાઇનલમાં તમામ સ્ટાર પ્લેયર થયા FAIL

WTC Final 2021: ભારતની હારના 5 ‘ગુનેગાર’, ફાઇનલમાં તમામ સ્ટાર પ્લેયર થયા FAIL

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ જીતવાનું ટીમ ઈન્ડિયાનું સપનું આ પાંચ ભારતીય ખેલાડીઓના કારણે અધૂરું રહી ગયું

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ જીતવાનું ટીમ ઈન્ડિયાનું સપનું આ પાંચ ભારતીય ખેલાડીઓના કારણે અધૂરું રહી ગયું

  નવી દિલ્હી. સાઉથેમ્પટનના મેદાન પર ટીમ ઈન્ડિયાની છેલ્લા બે વર્ષોની મહેનત ધોવાઈ ગઈ. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં (WTC Final 2021) ભારતીય ટીમ (Team India)ને હારનો સામનો કરવો પડ્યો. ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયા (New Zealand Beat India)ને 8 વિકેટથી હરાવી દીધું. ભારતીય ટીમે છેલ્લા બે વર્ષમાં શાનદાર પ્રદર્શન કરી પોઇન્ટ ટેબલમાં પહેલો નંબર પ્રાપ્ત કર્યો હતો અને તે ફાઇનલ જીતવા માટે દાવેદાર પણ હતી, પરંતુ હંમેશાની જેમ છેલ્લી ઘડીએ તેના દિગ્ગજ ખેલાડીઓએ નિરાશ કર્યા. આવો જાણીએ ટીમ ઈન્ડિયાની હારના 5 ‘ગુનેગાર’ વિશે...

  પહેલો ગુનેગાર - કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ને ટીમ ઈન્ડિયાની હારનો પહેલો ગુનેગાર કહેવામાં કંઈ ખોટું નથી. કોહલીએ પ્લેઇંગ ઇલેવનના સિલેક્શન અને બેટિંગમાં ભૂલો કરી ભારતને જીતથી દૂર કર્યું. સાઉથેમ્પટનની લીલી પીચ પર બે સ્પિનર ઉતાર્યા. જાડેજા અને અશ્વિનને બદલે મોહમ્મદ સિરાજ કે વધારાનો બેટ્સમેનની પસંદગી કરવાની જરૂર હતી. પરંતુ કોહલી પોતાની રણનીતિ પર કાયમ રહ્યો. ત્યારબાદ બેટ્સમેન તરીકે પણ કોહલી ફ્લોપ રહ્યો. પહેલી ઇનિંગમાં 44 રન કર્યા પરંતુ તેની બેટિંગમાં એ વાત નહોતી. બીજી ઇનિંગ તે માત્ર 13 રન કરી શક્યો.

  બીજો ગુનેગાર- રોહિત શર્માએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ ફાઇનલ મેચમાં રોહિત સારી શરૂઆત બાદ મોટી ઇનિંગ ન રમી શક્યો. રોહિતે પહેલી ઇનિંગમાં 34 અને બીજી ઇનિંગમાં 30 રન કર્યા. મુશ્કેલ સમયમાં તેણે સારી બેટિંગ કરી પરંતુ જ્યારે તે ક્રીઝ પર સેટ થઈ ગયો હતો ત્યારબાદ તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી. પરિણામ એ આવ્યું કે ભારતને હારનો સ્વાદ ચાખવો પડ્યો.

  આ પણ વાંચો, 5 બેસ્ટ CNG કાર, પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતથી મળશે છૂટકારો, જાણો કિંમત અને ફીચર્સ

  ત્રીજો ગુનેગાર- ચેતેશ્વર પૂજારાએ WTCની ફાઇનલ ઉપરાંત સમગ્ર ટૂર્નામેન્ટમાં નિરાશ કર્યા. ફાઇનલની વાત કરીએ તો પૂજારા પહેલી ઇનિંગમાં 8 અને બીજી ઇનિંગમાં 15 રન જ કરી શક્યો. પૂજારા ક્યારે પણ ક્રીઝ પર મક્કમ ન જોવા મળ્યો. જેના કારણે બીજા બેટ્સમેનો પર દબાણ વધ્યું. આ ઉપરાંત તેણે ન્યૂઝીલેન્ડના અનુભવી બેટ્સમેન રોસ ટેલરનો કેચ છોડ્યો. આ કેચ ભારત માટે નિર્ણાયક સાબિત થઈ શકે એવો હતો. નોંધનીય છે, સમગ્ર ચેમ્પિયનશીપમાં પૂજારાએ 18 ટેસ્ટ મેચોમાં માત્ર 28.03ની સરેરાશથી 841 રન કર્યા છે.

  આ પણ વાંચો, કિચનમાંથી આવી રહ્યો હતો વિચિત્ર અવાજ, કપલે લાઇટ કરીને જોયું તો ઊડી ગયા હોશ

  ચોથો ગુનેગાર- પંતે WTCમાં શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ ફાઇનલમાં તેની એ જ ભૂલો સામે આવી જેની હંમેશા ટીકા થતી રહેતી હોય છે. પંતે ફાઇનલની બંને ઇનિંગમાં પોતાની વિકેટ ખુબ જ ખરાબ શોટ મારીને ગુમાવી. પહેલી ઇનિંગમાં તે ખરાબ બોલમાં આઉટ થયો. તો બીજી ઇનિંગમાં પંતે 41 રન કર્યા પરંતુ ફરી એક વાર ખરાબ શોટ રમીને મહત્ત્વના સમયે આઉટ થઈ ગયો. પંત આઉટ થતાં જ લોઅર ઓર્ડર ધ્વસ્ત થઈ ગઈ.

  પાંચમો ગુનેગાર- જસપ્રીત બુમરાહને ભારતનો સૌથી મોટો સ્ટ્રાઇક બોલર માનવામાં આવે છે પરંતુ તે WTC ફાઇનલ ફ્લોપ સાબિત થયો. બુમરાહ ફાઇનલમાં એક પણ વિકેટ ન લઈ શક્યો. બુમરાહ યોગ્ય લાઇન અને લેન્થ પ્રાપ્ત ન કરી શક્યો જેના કારણે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને ક્રીઝ પર સેટ થવાની તક મળી.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: IND vs NZ WTC Final, India vs new zealand, WTC Final, ક્રિકેટ ન્યૂઝ, રોહિત શર્મા, વિરાટ કોહલી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन