WTC Final: શું ટીમ ઈન્ડિયાએ ખોટી પ્લેઇંગ 11 પસંદ કરી? પિચ કરી રહી છે આવો ઈશારો

WTC Final: શું ટીમ ઈન્ડિયાએ ખોટી પ્લેઇંગ 11 પસંદ કરી? પિચ કરી રહી છે આવો ઈશારો
ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે સાઉથેમ્પ્ટનમાં 18થી 22 જૂન સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાશે. (Photo: PTI)

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે સાઉથેમ્પ્ટનમાં 18થી 22 જૂન સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાશે

  • Share this:
    નવી દિલ્હી. ભારત અને ન્યૂઝીલેન્ડ (India vs New Zealand)ની વચ્ચે આજથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ (WTC Final 2021) મેચ રમાશે. ભારતીય ટીમે પોતાની પ્લેઇંગ ઇલેવન જાહેર કરી દીધી છે. ભારતીય ટીમે રવિન્દ્ર જાડેજા પર ભરોસો મૂકતાં તેને રમાડવાનો નિર્ણય કર્યો છે. આ મેચમાં રવિચંદ્રન અશ્વિન પણ રમશે. જ્યારે ઈશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળશે. જોકે સાઉથેમ્પ્ટનનું હવામાન અને પિચને જોતાં ભારતીય ટીમના નિર્ણય પર સવાલો ઊભા થઈ રહ્યા છે. સાઉથેમ્પ્ટનમાં કાલી આખી રાત વરસાદ પડ્યો છે અને આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી છે. એવામાં મેદાન પર વાદળ ઘેરાયેલા રહી શકે છે અને આ સ્થિતિમાં બોલેરોને મદદ મળવી નક્કી માનવામાં આવે છે. બીજી તરફ પિચ ઉપર હજુ પણ ઘાસ છે. જો મેચ પહેલા ઘાસ હટાવવામાં નથી આવતું તો ભારતનો બે સ્પિનર સાથે ઉતરવાનો નિર્ણય ઘાતક સાબિત થઈ શકે છે.

    ભારતની પાસે ચોથા ફાસ્ટ બોલરના રૂપમાં મોહમ્મદ સિરાજનો વિકલ્પ હતો જેણે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની વિરુદ્ધ ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. હાર્દિક પંડ્યા હાલ ટેસ્ટ ટીમની બહાર છે અને ભારતની પાસે એવો ઓલરાઉન્ડર નથી જે ફાસ્ટ બોલિંગ કરી શકે. શાર્દુલ ઠાકુર બેટિંગ પણ કરી લે છે પરંતુ તેને WTC ફાઇનલ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ નથી કરવામાં આવ્યો. આવી સ્થિતિમાં ભારતની પાસે ઓલરાઉન્ડરના રૂપમાં માત્ર રવિન્દ્ર જાડેજાનો જ વિકલ્પ હતો.



    આ પણ વાંચો, OMG! દેશી જુગાડથી 150 રૂપિયામાં એક જ દિવસમાં બનાવ્યું Wi-Fi-Bluetooth ડિવાઇસ

    વિદેશમાં અશ્વિન-જાડેજાની સફળતાનો આંક નબળો

    જાડેજા અને અશ્વિને એક સાથે 35 ટેસ્ટ મેચ રમી છે અને 362 વિકેટ પોતાના નામે કરી છે. જોકે, વિદેશી પિચો પર આ જોડીએ વધુ ટેસ્ટ નથી રમી. આ જોડીએ મોટાભાગની સફળતાઓ ભારતીય પિચો પર મેળવી છે. ઈંગ્લેન્ડમાં જાડેજાએ પાંચ ટેસ્ટમાં 16 વિકેટ લીધી છે, જ્યારે અશ્વિને 6 ટેસ્ટમાં માત્ર 14 વિકેટ લીધી છે. ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો અશ્વિને આ ટીમની વિરુદ્ધ 6 ટેસ્ટમાં 48 વિકેટ લીધી છે, જ્યારે જાડેજાએ આટલી જ ટેસ્ટ મેચમાં માત્ર 19 વિકેટ ઝડપી છે. આ ઉપરાંત વિદેશી પિચો પર જાડેજાને વિકેટ ઝડપવા માટે સંઘર્ષ કરવો પડે છે. ભારતીય પિચો પર જાડેજા 56ના સ્ટ્રાઇક રેટ વિકેટ ઝડપે છે, જ્યારે વિદેશી પિચો પર તેને 68.4 બોલમાં એક વિકેટ મળે છે.

    આ પણ વાંચો, ઓછું Investment કરી શરૂ કરી શકો છો આ શાનદાર Business, સરકારી મદદનો પણ મળશે લાભ

    ભારતીય ટીમ આ પ્રકારે છેઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા અને મોહમ્મદ શમી.
    Published by:Mrunal Bhojak
    First published:June 18, 2021, 11:14 IST

    ટૉપ ન્યૂઝ