IND vs SA: પહેલી ટેસ્ટ માટે પંતની હકાલપટ્ટી, સાહાને સ્થાન, જાણો ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવન

સાહા 22 મહિના બાદ ટીમ ઈન્ડિયા માટે રમશે, લાંબા સમય બાદ અશ્વિનનો પણ સમાવેશ

News18 Gujarati
Updated: October 1, 2019, 2:11 PM IST
IND vs SA: પહેલી ટેસ્ટ માટે પંતની હકાલપટ્ટી, સાહાને સ્થાન, જાણો ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવન
ઋદ્ધિમાન સાહા અને ઋષભ પંત (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: October 1, 2019, 2:11 PM IST
વિશાખાપટ્ટનમ : દક્ષિણ આફ્રિકા (South Africa)ની વિરુદ્ધ પહેલી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા (Team India)થી મોટા ખબર આવી છે. 2 ઑક્ટોબરથી વિશાખાપટ્ટનમ (Visakhapatnam)માં શરૂ થઈ રહેલી સીરીઝની પહેલી ટેસ્ટ (Test Match) માટે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત થઈ છે. પહેલી ટેસ્ટ રમનારી ટીમમાંથી ઋષભ પંત (Rishabh Pant)ની હકાલપટ્ટી કરવામાં આવી છે. તેના સ્થાને વિકેટકિપર બેટ્સમેન ઋદ્ધિમાન સાહા (Wriddhiman Saha)ને સ્થાન આપવામાં આવ્યું છે. પંત હાલના સમયમાં પોતાના પ્રદર્શનને લઈ સતત ટીકાકારોના નિશાના પર હતો. પંતના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવેલો સાહા લગભગ 22 મહિના બાદ કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમવા ઉતરશે. આ ઉપરાંત રવિચંદ્રન અશ્વિન (R. Ashwin)ની પણ લાંબા સમય બાદ વાપસી થઈ છે. આ બંને ખેલાડીઓના નામની જાહેરાત કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ જ કરી છે.

પંતના સ્થાને સાહાના નામની જાહેરાત કરતાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે, સાહાની વિકેટકીપિંગ દરેકે જોઈ છે. તેને જ્યારે પણ તક મળી છે, તેણે ટીમ માટે સારું પ્રદર્શન કર્યુ છે. એ દુર્ભાગ્યપૂર્ણ છે કે તે ઈજાના કારણે લાંબા સમય સુધી ટીમથી બહાર રહ્યો. મારા હિસાબથી તે દુનિયાનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર છે. આ સ્થિતિમાં તેણે અત્યાર સુધી ટીમ માટે જે કર્યુ છે, તે હિસાબથી સાહા જ પહેલી ટેસ્ટમાં મેદાનમાં ઉતરશે.

વિરાટ કહ્યુ- દુનિયાનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર છે સાહા

પંતને લઈ પૂછવામાં આવેલા સવાલ પર વિરાટ કોહલીએ કહ્યુ કે, પંતને જે પણ તક મળી છે, તેમાં તેણે સારું પ્રદર્શન કર્યુ છે. બીજી તરફ, સાહા વિશુદ્ધ રીતે વિકેટકીપર છે. તેણે દબાણની ક્ષણોમાં આપણા માટે સારું પ્રદર્શન કર્યુ છે. સાહાને વિશુદ્ધ રીતે વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અમે તેની પર આવતાની સાથે ભાર નહીં મૂકીએ. કોઈ પણ નિર્ણય લેતી વખતે તમારે એ જોવું જોઈએ કે શું તેનો સમય યોગ્ય છે? ત્યારબાદ તમે કોઈ નિર્ણય લો છો અને તેની પાછળ મજબૂતીથી ઊભા રહો છો. મને લાગે છે કે સાહાની વાપસી માટે આ બિલકુલ યોગ્ય સમય છે.

અશ્વિનની પણ વાપસી

ટીમ ઈન્ડિયામાં લાંબા સમય બાદ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની પણ વાપસી થઈ છે. તેણે પોતાની છેલ્લી ટેસ્ટ ગયા વર્ષે ડિસેમ્બરમાં એડીલેડમાં ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ રમી હતી. હાલમાં જ ખતમ થયેલી કાઉન્ટી સીઝનમાં નોટિંધમશર તરફથી રમતાં અશ્વિને સંતોષજનક પ્રદર્શન કર્યુ હતું. આ દરમિયાન તેણે બોલિંગ અને બેટિંગ બંનેમાં ઉપયોગી યોગદાન આપ્યું હતું.

ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવન

વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, ઋદ્ધિમાન સાહા, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી.

આ પણ વાંચો,

IPL 13: કોલકાતામાં પહેલીવાર 19 ડિસેમ્બરે થશે IPL Auction
કોહલીએ હિંમત બતાવી કહી દેવું જોઈએ કે ધોની હવે ટીમમાં ફિટ બેસતો નથી - ગંભીર
First published: October 1, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...