ક્રિકેટ વર્લ્ડ કપ 2019 : કોચ શાસ્ત્રીની ટીમ ઇન્ડિયામાંથી હકાલપટ્ટી થશે!

શાસ્ત્રીનો કરાર જુલાઇ 2017થી વર્લ્ડકપ 2019 સુધીનો હતો. ભારતની હાર થવાની સ્થિતીમાં શાસ્ત્રીનો કરાર લંબાવાય તેવી શક્યતા નહિવત્ત છે.

News18 Gujarati
Updated: July 11, 2019, 3:29 PM IST
ક્રિકેટ વર્લ્ડ કપ 2019 : કોચ શાસ્ત્રીની ટીમ ઇન્ડિયામાંથી હકાલપટ્ટી થશે!
કોચ રવિ શાસ્ત્રીની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: July 11, 2019, 3:29 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : વર્લ્ડકપની સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાની હાર બાદ હાહાકાર મચી ગયો છે. ચાહકો તો ઇચ્છી રહ્યાં છે કે કોચ શાસ્ત્રીની હકાલપટ્ટી થાય. પાછલા કેટલાક વર્ષોમાં શાસ્ત્રીના માર્ગદર્શનમાં ટીમ ઇન્ડિયા દરેક મોટી ટુર્નામેન્ટમાં હારી. વર્લ્ડ કપ હોય કે મોટી સીરિઝમાં ભારતની હાર થઈ છે.

ક્યારે હકાલપટ્ટી થશે?
શાસ્ત્રીનો કોચ તરીકેનો કરાર વર્ષ 2017માં જૂલાઇમાં શરૂ થયો હતો અને વર્લ્ડકપ 2019 સુધીનો હતો. આ વર્ષે માર્ચમાં બીસીસીઆઈના કેટલાક અધિકારીઓએ સંકેત આપ્યા હતા કે બીસીસીઆઈ કોચની નિયુક્તી માટે નવેસરથી જાહેરાત બહાર પાડશે. શાસ્ત્રી કોચ માટે ફરીથી આવેદન આપશે કે નહીં એ જોવું રસપ્રદ રહેશે. ટીમ ઇન્ડિયા આ મહિના વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે જઈ રહી છે. આ પ્રવાસમાં કોચ કોણ રહેશે તે જોવું પણ રસપ્રદ રહેશે.

આ પણ વાંચો : આ વીડિયોને જોઈને ન્યૂઝીલેન્ડે તૈયાર કર્યો હતો ભારતને હરાવવાનો પ્લાન

પહેલાં એવું જણાઈ રહ્યું હતું કે શાસ્ત્રીને કાર્યકારી કોચ બનાવી વેસ્ટઇન્ડિઝ મોકલવામાં આવે પરંતુ હવે એવી અટકળો ઓછી છે. કેપ્ટન કોહલીએ કોચ તરીકે શાસ્ત્રીના ભરપેટ વખાણ કર્યા છે તેમાં બે મત નથી પરંતુ વર્લ્ડકપની હાર બાદ સમીકરણો બદલાઈ ગયા છે. બીસીસીઆઈના અધિકારીઓ પણ શાસ્ત્રીનો કોચ તરીકે વિરોધ કરી રહ્યાં છે.

ટીમ ઇન્ડિયાની ફાઇલ તસવીર

Loading...

મોટી શ્રૃંખલામાં હાર
શાસ્ત્રી પાછલા બે વર્ષથી કોચ છે. ત્યારબાદ ટીમ ઇન્ડિયા અનેક ટુર્નામેન્ટ રમી હતી. પરંતુ આ ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયા જીતી શકી નહોતી. આ વખતે વર્લ્ડકપની સેમિફાઇનલમાં હારી તેના ઉપરાંત ચેમ્પિયન્સ ટ્રોફી, ઇંગ્લેન્ડમાં વન ડે સીરિઝ હારી હતી. વર્લ્ડ કપ પહેલાં જ ઑસ્ટ્રેલિયાએ વતનમાં ટીમ ઇન્ડિયાને હાર અપાવી હતી.

આ પણ વાંચો : વર્લ્ડ કપ : સેમિ ફાઇનલમાં હાર બાદ ટીમ ઇન્ડિયામાંથી બે લોકોની છુટ્ટી

શાસ્ત્રી અનલકી સાબીત થયા છે
રવિ શાસ્ત્રીને ઑગસ્ટ 2014માં ટીમ ઇન્ડિયાના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા. ત્યારે વર્લ્ડ કપ 2015ના સેમિફાઇનલમાં ટીમની હારથઈ હતી. શાસ્ત્રીને તક મળી પરંતુ તે ક્યારેય ટીમને ચેમ્પિયન બનાવી શક્યા નથી. આ વખતે શાસ્ત્રીની હકાલપટ્ટી લગભગ નીશ્ચિત છે.
First published: July 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...