CWC19: કોહલી ઈંગ્લેન્ડમાં સદી કેમ ફટકારી નથી શકતો?

વિરાટનો વનડેમાં કનવર્જન રેટ 44.09 છે, પરંતુ ઈંગ્લેન્ડમાં તે ઘટીને માત્ર 9.09 પર પહોંચી જાય છે

વિરાટનો વનડેમાં કનવર્જન રેટ 44.09 છે, પરંતુ ઈંગ્લેન્ડમાં તે ઘટીને માત્ર 9.09 પર પહોંચી જાય છે

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી : વિરાટ કોહલી જ્યાં પણ જાય છે રનોનો વરસાદ પાડી દે છે. અત્યાર સુધી વનડેમાં 41 સદી ફટકારી ચૂકેલા વિરાટે દુનિયાના લગભગ દરેક દેશમાં સદીઓ ફટકારી છે. પરંતુ ઈંગ્લેન્ડની ક્રિકેટના હિસાબથી એક એવો દેશ છે જ્યાં વિરાટના બેટથી માત્ર એક સદી થઈ છે. શું કારણ છે કે હાલના સમયના સૌથી મોટો બેટ્સમેન ઈંગ્લેન્ડમાં હાફ સેન્ચુરીને સેન્ચુરીમાં ફેરવી નથી શકતો?

    ઈંગ્લેન્ડમાં વિરાટનું પ્રદર્શન

    ઈંગ્લેન્ડમાં વિરાટ કોહલીએ 1100થી વધુ રન કર્યા છે, પરંતુ આ દરમિયાન તેણે એક જ સદી કરી છે. આ વખતે વર્લ્ડ કપમાં વિરાટ કોહલીએ 4 મેચોમાં ત્રણ અડધી સદી કરી છે. ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ 82 રન કર્યા બાદ પણ તે સદીથી દૂર રહી ગયો. આ ઉપરાંત પાકિસ્તાનની વિરુદ્ધ તેણે 77 રનની ઇનિંગ રમી. જ્યારે અફઘાનિસ્તાનની વિરુદ્ધ 67 રન બનાવીને આઉટ થઈ ગયો.

    50ને 100માં ફેરવી દેવા

    વર્લ્ડ કપ પહેલા વિરાટ કોહલીનો વનડેમાં સદી કરવાને મામલે કનવર્જન રેટ સૌથી વધુ હતો. એટલે કે 50ને 100માં ફેરવવાની સ્પીડ તેની સૌથી વધુ હતી. પરંતુ વર્લ્ડ કપમાં બે સદી કરનારા ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે કોહલીને પાછળ મૂકી દીધો. વિરાટનો વનડેમાં કનવર્જન રેઠ 44.09 છે. જ્યારે 45.72 કનવર્જન રેટની સાથે વોર્નર હાલ ટોપ પર છે.

    ઈંગ્લેન્ડમાં વિરાટને શું થઈ જાય છે?

    ઈંગ્લેન્ડમાં વિરાટ કોહલીએ 11 વાર 50નો આંકડો પાર કર્યો છે. પરંતુ તે માત્ર એકવાર 50ના આંકડાને 100માં ફેરવવામાં સફળ રહ્યો છે. વિરાટનો વનડેમાં કનવર્જન રેટ 44.09 છે. પરંતુ ઈંગ્લેન્ડમાં તે ઘટીને માત્ર 9.09 પર પહોંચી જાય છે.

    વર્લ્ડ કપમાં હાલ ટીમ ઈન્ડિયાને સેમીફાઇનલ પહેલા વધુ ચાર મેચ રમવાની છે. વિરાટ કોહલી મોટી મેચમાં મોટી ઇનિંગ ચોક્કસ રમશે. વિરાટના ખરાબ નસીબ જ કહેવાશે કે ઈંગ્લેન્ડમાં હજુ સધી માત્ર એક સદી જ ફટકારી શક્યો છે.
    Published by:Mrunal Bhojak
    First published: