CWC19: ભારતને હરાવવા માટે ઈંગ્લેન્ડને તોડવો પડશે 27 વર્ષ જૂનો રેકોર્ડ

News18 Gujarati
Updated: June 30, 2019, 9:13 AM IST
CWC19: ભારતને હરાવવા માટે ઈંગ્લેન્ડને તોડવો પડશે 27 વર્ષ જૂનો રેકોર્ડ
જીત માટે ઈંગ્લેન્ડને રેકોર્ડ તોડવો પડશે

ભારત અને ઈંગ્લેન્ડ આજે એજબેસ્ટન મેદાનમાં ટકરાશે, જ્યાં ભારતનો શાનદાર રેકોર્ડ

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : આઈસીસી વર્લ્ડ કપ 2019માં આજે ટીમ ઈન્ડિયાની ટક્કર ઈંગ્લેન્ડ સામે થશે. ઈંગ્લેન્ડ માટે આ મેચ કરો યા મરોની લડાઈ છે. જ્યારે ટીમ ઈન્ડિયા આ મેચને જીતીને સીધી સેમીફાઇનલમાં પહોંચી જશે. પરંતુ આ મેચને જીતવા માટે 27 વર્ષ જૂનો રેકોર્ડ તોડવો પડશે.

1992થી ભારતને હરાવી નથી શક્યું

વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ઈંગ્લન્ડ સામે જોરદાર રેકોર્ડ છે. વર્લ્ડ કપમાં છેલ્લા 27 વર્ષથી ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડના હાથે હારનો સામનો નથી કરવો પડ્યો. છેલ્લી વાર ઈંગ્લેન્ડે ભારતને 1992ના વર્લ્ડ કપમાં હરાવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી 6 વર્લ્ડ કપ રમાઈ ચૂક્યા છે પરંતુ ઈંગ્લેન્ડને હજુ પણ ભારતની વિરુદ્ધ જીતની તલાશ છે.

આ પણ વાંચો, ઈંગ્લેન્ડ ધોનીની 'દુખતી નસ' દબાવશે, શું ટીમ ઈન્ડિયા હારી જશે?

વર્લ્ડ કપમાં ભારતની સતત જીત

1992 બાદ 1999માં ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડની ટક્કર એજબેસ્ટનના મેદાન પર થઈ હતી. અહીં ભારતે ઈંગ્લેન્ડને 63 રને હરાવ્યું હતું. વર્ષ 2003માં ડરબનમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 82 રને હરાવ્યું હતું. 2011ના વર્લ્ડ કપમાં ભારત અને ઈંગ્લેન્ડની મેચ તો તમને યાદ જ હશે. બેંગલુરુમાં બંને દેશોની વચ્ચે ખૂબ જ રોમાંચક મુકાબલો ટાઈ પર ખતમ થયો હતો. વર્લ્ડ કપમાં ઓવરઓલ રેકોર્ડ જોઈએ તો ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે અત્યાર સુધી 7 મેચ રમાઈ છે. બંનેને ત્રણ-ત્રણ મેચોમાં જીત મળી છે. જ્યોર એક મેચ ટાઈ રહી.
Loading...

એજબેસ્ટનમાં શાનદાર રેકોર્ડ

ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે આજે એજબેસ્ટનના મેદાન પર મેચ રમાવાની છે. આ મેદાન પર ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. અહીં છેલ્લા 6 વર્ષથી ટીમ ઈન્ડિયા હાર્યુ નથી. ભારતને અહીં છેલ્લી 5 મેચોમાં સતત જીત મળી છે. અહીં ભારતને 70 ટકા જીત મળી છે. ઈંગ્લેન્ડની વિરુદ્ધ ભારતને અહીં 4માંથી 3 મેચોમાં જીત મળી છે.
First published: June 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...