IND vs NZ Semifinal: શમી અને ચહલની વાપસી થશે!

જોવાનું એ રહેશે કે ન્યૂઝિલેન્ડ સામે રમાનારી આ વિશેષ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે કયા મોટા ખેલાડીઓ ભારતની પ્લેઇંગ ઇલેવનમાં મેદાનમાં ઉતરશે.

News18 Gujarati
Updated: July 9, 2019, 1:22 PM IST
IND vs NZ Semifinal:  શમી અને ચહલની વાપસી થશે!
યુજવેન્દ્ર ચહલની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: July 9, 2019, 1:22 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ કેપન્ટન વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપ 2019માં પહેલા સેમીફાઇનલમાં ઉતરવા માટે સંપૂર્ણ પણે તૈયાર છે. આ મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાશે. ટીમ ઇન્ડિયાએ આ મેદાનમાં વેસ્ટઇન્ડિઝ અને પાકિસ્તાનને હરાવ્યું હતું. જ્યારે ન્યૂઝીલેન્ડે આ ટૂર્નામેન્ટમાં વેસ્ટઇન્ડિઝને આ મેદાનમાં હરાવ્યું હતું.

આ મેચ ઉપર દરેકની નજર ટકેલી છે. જોકે જોવાનું એ રહેશે કે ન્યૂઝિલેન્ડ સામે રમાનારી આ વિશેષ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે કયા મોટા ખેલાડીઓ ભારતની પ્લેઇંગ ઇલેવનમાં મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમે આ આખી ટૂર્નામેન્ટમાં દબદબા સાથે પ્રદર્શન કર્યું છે. જોકે, ટીમ ઇંગ્લેન્ડથી હારી ગઇ હતી.જોકે, ટૂર્નામેન્ટમાં અંત સુધી સ્કોરબોર્ડ ઉપર પ્રથમ સ્થાને રહ્યું છે.

ટીમ ઇન્ડિયા પોતાની છેલ્લી લીગ મેચમાં ટીમમાં કેટલાક ફેરફાર કર્યા હતા. શ્રીલંકા સામે એ મુકાબલામાં ટીમ મેનેજમેન્ટે યુજવેન્દ્ર ચહલની જગ્યાએ કુલદીપ યાદવ અને મોહમ્મદ શમીની જગ્યાએ રવિન્દ્ર જાડેજાને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ ન્યૂઝીલેન્ડ સામે શમી અને ચહલ બંનેની ઘર વાપસી લગભગ નક્કી છે. જોકે, જાડેજાનું સ્થાન બની રહી શકે છે. અને તેની જગ્યાએ ભુવનેશ્વર કુમારને બહાર બેશવું પડી શકે છે. જેનું કારણ જાડેજાનું પ્રદર્શન છે.

ન્યૂઝીલેન્ડની ટૂર્નામેન્ટમાં સૌથી વધારે વિકેટ લેનારા લોકી ફર્ગુર્સન સ્નાયુઓ ખેંચાવાની તકલિફમાંથી સંપૂર્ણ પણે ઊભરી આવ્યા છે. તેમની પ્લેઇંગ ઇલેવનમાં વાપસી લગભગ નક્કી છે.

સંભવિત પ્લેઇંગ ઇલેવન

ભારતીય ટીમઃ કેએલ, રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋષભ પંત, એમ,એસ, ધોની, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ
Loading...

ન્યૂઝીલેન્ડઃ માર્ટિન ગુપ્ટિલ, હેનરી નિકોલસ/ કોલિન મુનરો, કેન વિલિયમસન, રોસ ટેલર, ટોમ લાથમ, કોલિન ડી ગ્રાન્ડહોમ, જેમ્સ નીશામ, મિચેલ સેન્ટનર, લૌકી ફર્ગુર્સન, ટીમ સાઉદી, ટ્રેન્ટ બોલ્ટ

 
First published: July 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...