CWC19 સેમીફાઇનલ : મેનચેસ્ટરથી ટીમ ઈન્ડિયા માટે આવ્યા સારા સમાચાર

ક્રિકેટપ્રેમીઓની નજર આજે મેનચેસ્ટરના આકાશ પર ટકેલી છે, શું આજે ફરી વરસાદ પડશે?

News18 Gujarati
Updated: July 10, 2019, 12:32 PM IST
CWC19 સેમીફાઇનલ : મેનચેસ્ટરથી ટીમ ઈન્ડિયા માટે આવ્યા સારા સમાચાર
સેમીફાઇનલનું દબાણ (Photo-AP)
News18 Gujarati
Updated: July 10, 2019, 12:32 PM IST
શું મેનચેસ્ટરમાં આજે ફરી વરસાદ પડશે? શું આજે ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે બાકી બચેલી મેચ રમાશે કે નહીં? શું આજે મેચનું પરિણામ સુપર ઓવરથી આવશે કે પછી ટીમ ઈન્ડિયા સીધી ફાઇનલમાં પહોંચી જશે? આ એવો સવાલ છે કે જેનો જવાબ દરેક ક્રિકેટપ્રેમી શોધી રહ્યા છે. જેથી આજે દરેકની નજર મેનચેસ્ટરના આકાશ પર ટકેલી છે.

વરસાદ પડશે પરંતુ...

મેનચેસ્ટરથી હાલ ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર આવી રહ્યા છે. તાજેતરના રિપોર્ટ મુજબ મેનચેસ્ટરમાં આજે દિવસભર વાદળ છવાયેલા રહેશે અને હળવો વરસાદ પણ પડશે. પરંતુ સારા સમાચાર એ છે કે વરસાદ પડવા છતાંય ટીમ ઈન્ડિયાને પૂરેપૂરી બેટિંગની તક મળી શકે છે. એટલે કે એ વાતની શક્યતા ખૂબ જ ઓછી છે કે મેચનો નિર્ણય ડકવર્થ લુઈસ નિયમ મુજબ આવે.

આ પણ વાંચો, CWC19: ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ રન ચેઝ કરતાં ટીમ ઈન્ડિયા ક્યાંક ફસાઈ ન જાય!

હવામાનનો હાલ

હવામાન વિભાગ મુજબ, આજે માત્ર 0-10 ટકા જ વરસાદની આગાહી છે. મેનચેસ્ટરમાં આજે ઊઘાડ પણ નિકળશે. બપોરે 12 વાગ્યે અને પછી સાંજે 5 વાગ્યે હળવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 50 ઓવરની રમત થવાની આશા છે.
Loading...



મંગળવારની રમતમાં ભારતનો રહ્યો દબદબો

પહેલી સેમીફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટીસ જીતી ભારતને પહેલા બોલિંગ માટે કહ્યું. ટીમ ઈન્ડિયાએ નવી પિચનો શાનદાર ઉપયોગ કર્યો. જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારે ન્યૂઝીલેન્ડના ઓપનર્સને બાંધીને રાખ્યા. ચોથી ઓવરમાં માર્ટિન ગપ્ટિલ માત્ર 1 રને બુમરાહનો શિકાર બન્યો. હેનરી નિકલ્સને 28 રનની ઇનિંગ રમી. વિલિયમસને 67 રન કર્યા. રોસ ટેલર 67 રને અણનમ છે. જોકે, વિલિયમસન-ટેલરે મળીને 180 બોલ રમ્યા અને ઘણી ધીમી ગતિથી રન કર્યા. ભાત માટે તેના તમામ 5 બોલર બુમરાહ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ અને રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ ઝડપી.

આ પણ વાંચો, કપિલ દેવે કહ્યુ- ધોની નહીં પરંતુ આ છે ટીમ ઈન્ડિયાની સૌથી મોટી સમસ્યા
First published: July 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...