ફરીથી બેટિંગ માટે ન્યુઝીલેન્ડ ન આવી શક્યું તો, ભારતને મળશે આ ટાર્ગેટ

News18 Gujarati
Updated: July 9, 2019, 9:18 PM IST
ફરીથી બેટિંગ માટે ન્યુઝીલેન્ડ ન આવી શક્યું તો, ભારતને મળશે આ ટાર્ગેટ
ન્યુઝિલેન્ડની પારી 46.1 ઓવરમાં 5 વિકેટ પર 209 પર જ રોકાઈ

હજુ ઓવરમાં કટોતીના કોઈ અણસાર જોવા નથી મળી રહ્યા, કારણ કે ઘણો સમય બચ્યો છે. પરંતુ...

  • Share this:
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમિફાનલ મુકાબલામાં વરસાદ વિઘ્ન બન્યો છે. ન્યુઝીલેન્ડની પારી 47 ઓવરમાં વરસાદના કારણે રોકાઈ ગઈ છે. ન્યુઝીલેન્ડ 46.1 ઓવરમાં 5 વિકેટે 209 રન બનાવી લીધા છે. જોકે, હજુ ઓવરમાં કટોતીના કોઈ અણસાર જોવા નથી મળી રહ્યા, કારણ કે ઘણો સમય બચ્યો છે. પરંતુ, જો ન્યુઝીલેન્ડની પારી 46.1 ઓવરમાં 5 વિકેટ પર 209 પર જ રોકાઈ જાય છે તો, ભારતને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ લક્ષ્ય મળશે. આ સ્કોર પર વરસાદ રોકાવા પર ભારતની 4 ઓવર ઓછી થશે અને ભારતે 46 ઓવરમાં 237 રન બનાવવા પડશે.

જો ભારતની ઓવરમાં કટોતી થાય છે તો, ભારતે 20 ઓવરમાં 148 રન બનાવવા પડશે. જો આજે વરસાદ ચાલુ રહે છો તો, બંને ટીમ વચ્ચે મુકાબલો બુધવારે શરૂ થશે. તમને જણાવી દઈએ કે, મેચ દરમ્યાન વરસાદ અથવા કોઈ  કારણે મેચમાં વિઘ્ન આવે છે તો, બં કલાકનો સમય રિઝર્વ રહે છે. આ સમય મર્યાદામાં વિઘ્ન દુર થઈ જાય તો, ઓવરમાં કટોતી નથી થતી. પરંતુ, તેનાથી વધારે સમય જવા પર ઓવરોની સંખ્યા ઘટાડવામાં આવે છે. ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચે મેચમાં જ્યારે વરસાદ આવ્યો ત્યારે બે કલાકની વિંડો અકબંધ હતી. તેનો મતલબ થાય કે, બે કલાકમાં વરસાદ રોકાઈ જાય છે તો ઓવર ઓછી નહીં થાય.

તમને જણાવી દઈએ કે, ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં તમામ સેમિફાઈનલ અને ફાઈનલ મેચ માટે એક રિઝર્વ ડે પણ હોય છે. આવી સ્થિતિમાં મેચ જ્યાં રોકાઈ હોય ત્યાંથી શરૂ થાય છે.

જો આજે મેચ શરૂ થાય તો, ભારતને આટલો ટાર્ગેટ મળે?

જો 46 ઓવરની મેચ રમાય તો  237 રનનો ટાર્ગેટ મળે. જો 40 ઓવરની મેચ રમાય તો  223 રનનો ટાર્ગેટ મળે. 35 ઓવર રમાય તો 209 રન, 30 ઓવર રમાય તો, 192 રન, 25 ઓવર રમાય તો, 172 રન અને 20 ઓવર રમાય તો, 148 રનનો ટાર્ગેટ મળે.

વર્લ્ડ કપ 2019ના નિયમ અનુસાર, વરસાદ થવા પર મેચ જ્યાં રોકાઈ હોય ત્યાંથી શરૂ થશે, ના કે ફરીથી મેચ શરૂ થાય. આવામાં વર્તમાન પરિસ્થિતિમાં ટીમ ઈન્ડીયાની કન્ડીશન મજબૂત છે. જો મેચના દિવસે અને રિઝર્વ ડેના દિવસે પણ વરસાદ ચાલુ રહે, અને કોઈ પરિમામ ન આવે તો લીગ સ્ટેજમાં ટોપ કરનારી ટીમ આગળ ચાલી જાય છે. આમાં પણ ભારતનું પલ્લુ ભારે છે. કેમ કે, ભારત લીગ સ્ટેજમાં ટોપ પર રહી હતી.
First published: July 9, 2019, 7:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading