વર્લ્ડ કપ : ભારતના હાથમાં પાકિસ્તાનને સેમીફાઇનલમાં પહોંચાડવાની ચાવી

વર્લ્ડ કપ : ભારતના હાથમાં પાકિસ્તાનને સેમીફાઇનલમાં પહોંચાડવાની ચાવી
કોણ પહોંચશે સેમીફાઇનલમાં?

આજે સમગ્ર પાકિસ્તાન દુઆ કરશે કે ઈંગ્લેન્ડની વિરુદ્ધ ટીમ ઈન્ડિયા જીતી જાય

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : આઈસીસી વર્લ્ડ કપ 2019માં પાકિસ્તાન માટે સેમીફાઇનલનો રસ્તો શનિવારે જ બંધ થઈ જાત, પરંતુ છેલ્લી ક્ષણોમાં પાકિસ્તાનની ટીમ અફઘાનિસ્તાનને હરાવવામાં સફળ રહી. આ જીતની સાથે જ પાકિસ્તાનની સેમીફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રહી છે. જોકે, પાકિસ્તાનની સેમીફાઇનલમાં પહોંચવાની ચાવી ભારતના હાથમાં છે. આજે સમગ્ર પાકિસ્તાન દુઆ કરશે કે ઈંગ્લેન્ડની વિરુદ્ધ ટીમ ઈન્ડિયા જીતી જાય. બીજી તરફ, 8માંથી 7 જીતની સાથે ઓસ્ટ્રેલિયાની ટીમ સેમીફાઇનલમાં પહેલા જ પહોંચી ગઈ છે. આવો, એક નજર કરીએ સેમીફાઇનલમાં કઈ ટીમો પહોંચી શકે છે...

  ટીમ ઈન્ડિયા સેમીફાઇનલથી એક ડગલું દૂર  ટીમ ઈન્ડિયા માટે સેમીફાઇનલમાં સ્થાન લગભગ પાકું છે. ભારતના ખાતામાં હાલ 6 મેચોમાં 11 પોઇન્ટ છે અને તે પોઇન્ટ ટેબલમાં બીજા નંબરે છે.

  ન્યૂઝીલેન્ડની દાવેદારી

  ન્યૂઝીલેન્ડ 8 મેચોમાં 11 પોઇન્ટની સાથે પોઇન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે. શનિવારે ઓસ્ટ્રેલિયા સામે કારમી હાર બાદ પણ ન્યૂઝીલેન્ડનું સેમીફાઇનલમાં પહોંચવું નક્કી માનવામાં આવે છે. માત્ર એક જીતની સાથે ન્યૂઝીલેન્ડની ટીમ સેમીફાઇનલમાં પહોંચી જશે.

  આ પણ વાંચો, ઈંગ્લેન્ડ ધોનીની 'દુખતી નસ' દબાવશે, શું ટીમ ઈન્ડિયા હારી જશે?

  પાકિસ્તાન પણ રેસમાં

  અફઘાનિસ્તાનની વિરુદ્ધ શનિવારે મળેલી જીત બાદ પાકિસ્તાનની ટીમ પોઇન્ટ ટેબલમાં ચોથા નંબરે પહોંચી ગઈ છે. હવે 8 મેચોથી પાકિસ્તાનના ખાતામાં 9 પોઇન્ટ થઈ ગયા છે. સેમીફાઇનલની રેસમાં રહેવા માટે પાકિસ્તાનને બાકી બચેલી મેચો પણ જીતવી પડશે. પાકિસ્તાનનો નેટ રનરેટ (-0.792) પણ ખૂબ જ ખરાબ છે.


  ઈંગ્લેન્ડ : આજે હારે તો ગયું!

  7 મેચોમાંથી 8 પોઇન્ટની સાથે ઈંગ્લેન્ડની ટીમ હવે પાંચમાં નંબરે ખસી ગઈ છે. ઈંગ્લેન્ડે ટૂર્નામેન્ટમાં ધમાકેદાર શરૂઆત કરી હતી, પરંતુ શ્રીલંકા અને પછી ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ હારે તેનો દાવ બગાડી દીધો છે. સેમીફાઇનલમાં પહોંચવા માટે ઈંગ્લેન્ડને બાકી તમામ મેચ કોઈ પણ રીતે જીતવી પડશે.

  આ પણ વાંચો, CWC19: ભારતને હરાવવા માટે ઈંગ્લેન્ડને તોડવો પડશે 27 વર્ષ જૂનો રેકોર્ડ

  બાંગ્લાદેશનું શું થશે?

  બાંગ્લાદેશના ખાતામાં 7 મેચોમાં 7 પોઇન્ટ છે. અફઘાનિસ્તાનની વિરુદ્ધ જીતે બાંગ્લાદેશની આશા વધારી દીધી છે. સેમીફાઇનલની રેસમાં રહેવા માટે બાંગ્લાદેશે બાકી બચેલી મેચો કોઈ પણ રીતે જીતવી પડશે. તેનો સામનો ભારત અને પાકિસ્તાન સાથે થવાનો છે.
  First published:June 30, 2019, 11:56 am

  ટૉપ ન્યૂઝ