CWC19 Final: ઇંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડમાંથી જે પણ જીતશે રચશે ઈતિહાસ

મોર્ગન કે વિલિયમસન આ બંનેમાંથી કોનું સપનું આજે થશે સાકાર? ટોસ કેમ છે મહત્વપૂર્ણ?

News18 Gujarati
Updated: July 14, 2019, 8:19 AM IST
CWC19 Final: ઇંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડમાંથી જે પણ જીતશે રચશે ઈતિહાસ
ઈંગ્લેન્ડનો કેપ્ટન મોર્ગન અને ન્યૂઝીલેન્ડનો કેપ્ટન વિલિયમસન (Photo: ICC)
News18 Gujarati
Updated: July 14, 2019, 8:19 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : એક તરફ 6 કરોડની વસતી, બીજી તરફ માત્ર 50 લાખની વસતી. એક દેશ ક્રિકેટનો જનક, તો બીજાની રાષ્ટ્રીય રમત રગ્બી. એક ટીમ ચોથીવાર ફાઇનલમાં પહોંચી તો એકની આ સતત બીજો ટાઇટલ જંગ છે. એક દેશના ક્રિકેટરોને સુપરસ્ટારનો દરજ્જો તો બીજા દેશના ખેલાડી સામાન્ય માણસ. કંઈક આવી જ છે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની કહાણી...

વર્લ્ડ કપ 2019ની ફાઇનલ આ બંને ટીમનો વચ્ચે છે. પહેલીવાર આ પ્રતિષ્ઠિત ટ્રોફીને હાથમાં ઉચકવાનું સપનું પણ બંનેનું છે.

45 દિવસ, 47 મેચ...સપનું હવે થઈ શકે છે સાકાર. ક્રિકેટના તાજ પર ચાલી રહેલું કેટલાક દેશોનું 23 વર્ષનું આધિપત્ય રવિવારે ખતમ થઈ જશે. અને આ ઈતિહાસ રચાશે ક્રિકેટના મક્કા લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર. તે એટલા માટે કારણ કે અત્યાર સુધી 11 વર્લ્ડ કપ માત્ર પાંચ દેશોની પાસે જ રહ્યા.

ઓસ્ટ્રેલિયાના નામે 5 ટાઇટલ

અત્યાર સુધીના 11 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ પાંચ ટાઇટલ જીત્યા છે. ત્યારબાદ ભારત અને વેસ્ટઈન્ડિઝના નામે બે-બે ટાઇટલ છે. શ્રીલંકા અને પાકિસ્તાને એક-એક વાર આ ટ્રોફી જીતી છે.

ફાઇનલમાં પિચનો શું છે મિજાજ?
Loading...

લોર્ડ્સનું મેદાન આ વર્લ્ડ કપમાં પહેલા બેટિંગ કરનારી ટીમના પક્ષમાં રહ્યું છે. સાથોસાથ 300થી વધુના સ્કોર બન્યા છે. પરંતુ ફાઇલન મેચ નવી પિચ પર રમાશે. હાલમાં આ પિચ લીલી જોવા મળી રહી છે. એવામાં લાગી રહ્યું છે કે બોલરોને મદદ મળી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે ભડકો આવતાં આ ઘાસનો રંગ સફેદ કે ભૂરો થઈ શકે છે.

આ પણ વાંચો, ધોનીનો અંગૂઠો કાળો પડી ગયો! ઈજાથી ઝઝુમતો હોવા છતા રમ્યો વર્લ્ડ કપ

ટોમ કેમ રહેશે મહત્વપૂર્ણ?

ઈંગ્લેન્ડની બેટિંગ ટૂર્નામેન્ટમાં અનેક અવસરે લક્ષ્યનો પીછો કરતાં ફસકાઈ પડતી જોવા મળી છે. એવામાં ટીસ જીતીને પહેલા બેટિંગ કરતાં મોટી સ્કોર બનાવવા માંગશે. બીજી તરફ, ન્યૂઝીલેન્ડની ટીમ પણ પહેલા બેટિંગ કર્યા બાદ બીજી ઇનિંગમાં બોલિંગથી ઈંગ્લેન્ડ પર દબાણ લાવવા માંગશે.

29 વર્ષ બાદ થઈ રહ્યું છે આવું

29 વર્ષ બાદ આવું થઈ રહ્યું છે જ્યારે બે એવી ટીમો વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી છે, જેણે ક્યારેય વર્લ્ડ કપ નથી જીત્યો. આ પહેલા વર્ષ 1992માં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાને વર્લ્ડ કપ ફાઇનલ રમી હતી અને તે સમયે આ બંને ટીમો વર્લ્ડ ચેમ્પિયન નહોતી. 1992માં પાકિસ્તાન વર્લ્ડ કપ જીત્યું હતું.

આ પણ વાંચો, વર્લ્ડ કપની કોમેન્ટ્રી બંધ, કોમેન્ટરને નથી મળી રહ્યા પૈસા

આ પણ વાંચો, આ વખતે સચિન,ગાંગુલી નહીં આ ક્રિકેટર પસંદ કરશે ટીમના નવા કોચ!
First published: July 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...