ન્યૂઝ18 ગુજરાતી : વેસ્ટ ઇન્ડિઝની વિરુદ્ધ ટીમ ઈન્ડિયાની ધમાકેદાર જીતથી પાકિસ્તાન ખૂબ જ ખુશ છે. મૂળે, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામેની એક મોટી અડચણ હટાવી દીધી છે. પાકિસ્તાન માટે સેમીફાઇનલમાં પહોંચવાની આશા હજુ પણ જીવંત છે. હવે પાકિસ્તાનના રસ્તામાં ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને શ્રીલંકા છે. બીજી તરફ, 7માંથી 6 જીતની સાથે ઓસ્ટ્રેલિયાની ટીમ સેમીફાઇનલમાં પહેલા જ પહોંચી ગઈ છે. આવો એક નજર કરીએ સેમીફાઇનલ માટેના બદલાતા સમીકરણો વિશે...
ટીમ ઈન્ડિયા સેમીફાઇનલથી એક પગલું દૂર
ટીમ ઈન્ડિયા માટે સેમીફાઇનલમાં સ્થાન લગભગ પાકું છે. વેસ્ટ ઈન્ડિઝની વિરુદ્ધ જીત બાદ ટીમ ઈન્ડિયા હવે ઓફિશિયલ રીતે સેમીફાઇનલમાં પહોંચવાની માત્ર એક પગલું દૂર છે. ભારતના ખાતામાં હાલ 6 મેચોમાં 11 પોઇન્ટ છે અને તે પોઇન્ટ ટેબલમાં બીજા નંબરે પહોંચી ગયું છે. બીજી તરફ, પાકિસ્તાન સામે હાર્યા બાદ પણ ન્યૂઝીલેન્ડનું સેમીફાઇનલમાં પહોંચવું લગભગ નક્કી છે. ન્યૂઝીલેન્ડ 7 મેચોમાં 11 પોઇન્ટની સાથે પોઇન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે. માત્ર વધુ એક જીતની સાથે ન્યૂઝીલેન્ડની ટીમ સેમીફાઇનલમાં પહોંચી જશે.
7 મેચોમાં 8 પોઇન્ટની સાથે ઈંગ્લેન્ડની ટીમ હાલ ચોથા નંબરે છે. ઈંગ્લેન્ડે ટૂર્નામેન્ટમાં ધમાકેદાર શરૂઆત કરી છે. પરંતુ શ્રીલંકા અને પછી ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ હારે તેનું સમીકરણ થોડું બદલી દીધું છે. સેમીફાઇનલમાં પહોંચવા માટે ઈંગ્લેન્ડને બાકી બચેલી મેચ કોઈ પણ રીતે જીતવી પડશે. જોકે, ઈંગ્લેન્ડ માટે આ પડકાર સરળ નહીં હોય. ઈંગ્લેન્ડને આગળ ભારત અને ન્યૂઝીલેન્ડ જેવી મજબૂત ટીમોની વિરુદ્ધ રમવાનું છે.
બાંગ્લાદેશના ખાતમાં 7 મેચોમાં 7 પોઇન્ટ છે. અફઘાનિસ્તાન વિરુદ્ધની જીતે બાંગ્લાદેશની આશા વધારી દીધી છે. સેમીફાઇનલની રેસમાં રહેવા માટે બાંગ્લાદેશને બાકી બંને મેચ કોઈ પણ રીતે જીતવી પડશે. તેને આગળ ભારત અને પાકિસ્તાન સામે રમવાનું છે. એટલે પડકાર સરળ નથી.
પાકિસ્તાન પણ રેસમાં
સાઉથ આફ્રિકા અને પછી ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ જીત બાદ પાકિસ્તાને નવેસરથી સેમીફાઇનલ માટે દાવેદારી રજૂ કરી દીધી છે. હાલ પાકિસ્તાન 7 મેચોમાં 7 પોઇન્ટની સાથે છઠ્ઠા નંબરે છે. સેમીફાઇનલમાં પહોંચવા માટે પાકિસ્તાનને બાકી બચેલી મેચ કોઈ પણ રીતે જીતવી પડશે અને તે પણ મોટા અંતરથી. મૂળે, પાકિસ્તાનનો નેટ રન રેટ (-0.976) પણ ખૂબ ખરાબ છે. પાકિસ્તાનને હવે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સામે ટકરાવવાનું છે.
પાકિસ્તાન હજુ પણ સેમીફાઇનલની રેસમાં છે. (AP)
શ્રીલંકાની દાવેદારી
6 મેચોમાં 6 પોઇન્ટની સાથે શ્રીલંકાની ટીમ સાતમા નંબરે છે. ઈંગ્લેન્ડની વિરુદ્ધ જીતે શ્રીલંકા માટે થોડી આશા જગાડી છે. જો બાકી મેચોમાં શ્રીલંકાની ટીમ જીતી જાય છે તો પછી સેમીફાઇનલ માટે તેને તક મળી શકે છે. પરંતુ બાકી મેચોમાં જીત નોંધાવવી સરળ નથી. શ્રીલંકાને આવનારા દિવસોમાં સાઉથ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને ભારતની વિરુદ્ધ મેચ રમવાની છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર