જો વિરાટે આવું કર્યુ તો દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ જીતની છે ગૅરન્ટી

News18 Gujarati
Updated: June 4, 2019, 9:01 AM IST
જો વિરાટે આવું કર્યુ તો દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ જીતની છે ગૅરન્ટી
વિરાટ કોહલીનો સાઉથ આફ્રિકા સામેનો રેકોર્ડ ટીમ ઈન્ડિયા માટે ઉત્સાહપ્રેરક (ફાઇલ ફોટો)

ટીમ ઈન્ડિયાની જીત માટે વિરાટ કોહલી પર મોટો આધાર, આફ્રિકા માટે 'કરો યા મરો'નો મુકાબલો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : આઈસીસી વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની પહેલી મેચ બુધવારે રમાશે. સાઉથહેમ્પટનમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સાથે થશે. દક્ષિણ આફ્રિકા માટે સતત બે હાર બાદ ટૂર્નામેન્ટથી બહાર થવાનો ખતરો છે. પરંતુ આ મુકાબલામાં બધાની નજરો કેપ્ટન વિરાટ કોહલીની બેટિંગ પર રહેશે. મૂળે, દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ વિરાટની સદી ટીમ ઈન્ડિયા માટે જીતની ગૅરન્ટી છે. આવું આંકડા પરથી ચોક્કસ કહી શકાય. જો આવું થયું તો પછી પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાની જીત પાકી છે.

કોહલી સદી એટલે જીતની ગૅરન્ટી

દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ વિરાટ કોહલીએ અત્યાર સુધી ચાર સદી ફટકારી છે અને આ ચારેય મેચમાં ટીમ ઈન્ડિયાને જીત મળી છે. વિરાટે દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ ચેન્નઈ, ડરબન, કેપ ટાઉન અને સેન્ચુરિયનમાં સદી ફટકારી છે અને દરેક વખતે ટીમ ઈન્ડિયાને ધમાકેદાર જીત મળી છે. એટલે જો વિરાટ સાઉથહેમ્પટનમાં સદી ફટકારે છે તો પછી ટીમ ઈન્ડિયાની જીત પાકી છે.

વિરાટ કોહલી (ફાઇલ ફોટો)


વર્લ્ડ કપમાં સદી

કોહલીનો આ ત્રીજો વર્લ્ડ કપ છે. ખાસ વાત એ છે કે દર વખતે તે વર્લ્ડ કપની પહેલી મેચમાં સદી ફટકારે છે. 2011ના વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરતાં વિરાટે સદી કરી હતી. તેણે ઢાકામાં બાંગ્લાદેશની વિરુદ્ધ 100 રન ઓનઆઉટ ઇનિંગ રમી હતી. ત્યારબાદ 2015ના વર્લ્ડ કપની પહેલી મેચમાં પાકિસ્તાનની વિરુદ્ધ એડિલેડના મેદાન પર તેણે 107 રનની ઇનિંગ રમી હતી. આ બંને મેચમાં ટીમ ઈન્ડિયાને જીત મળી હતી. ફરી એક વાર વર્લ્ડ કપ 2019ની પહેલી મેચમાં કોહલી પાસે દરેકની સદીની આશા રહેશે.આ પણ વાંચો, World Cup : દક્ષિણ આફ્રિકા સામે ભારત બનાવી શકે છે 400 રન!

દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ ધમાકેદાર રેકોર્ડ

વિરાટ કોહલીને દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ બેટિંગ કરવી ખાસ માફક આવે છે. કોહલએ અત્યાર સુધી દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ 66.78ની સરેરાશથી 1269 રન કર્યા છે. પરંતુ હાલના દિવસોમાં તો કોહલીએ દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ રનોની સુનામી લાવી દીધી છે. તેણે છેલ્લા 10 ઇનિંગમાં 142.66ની સરેરાશથી રન કર્યા છે. આ દરમિયાન ચાર સદી મારનારા કોહલીને સાઉથ આફ્રિકાના બોલર ચાર વખત આઉટ પણ નથી કરી શક્યા.
First published: June 4, 2019, 9:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading