8 વર્ષ પહેલાં વડોદરામાં હાર્દિકે આવી રીતે કરી હતી વર્લ્ડ કપની જીતની ઊજવણી

News18 Gujarati
Updated: May 25, 2019, 1:25 PM IST
8 વર્ષ પહેલાં વડોદરામાં હાર્દિકે આવી રીતે કરી હતી વર્લ્ડ કપની જીતની ઊજવણી
હાર્દિકે શેર કરી સોશિયલ મીડિયામાં વર્ષ 2011ની જીતની ઊજવણીની તસવીર

આઈપીએલમાં દમદાર પ્રદર્શન કરનારા હાર્દિકે 26 જાન્યુઆરી 2016ના રોજ T-20 દ્વારા ટીમમાં પ્રવેશ મેળવ્યો હતો.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆતને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ઇંગ્લેન્ડ અને વેલ્સના સંયુક્ત યજમાનપદે યોજાનારા વર્લ્ડ કપમાં વિશ્વની 10 ટીમો ટકરાશે. આપણી ટીમ કેપ્ટન કોહલીની આગેવાનીમાં ફરી એક વાર દેશને વિશ્વ વિજેતા બનાવવા માટે મેદાને ઉતરશે. આ ટીમનો એક મહત્ત્વપૂર્ણ ખેલાડી હાર્દિક પંડ્યા છે. હાર્દિકે ટ્વીટર પર વર્ષ 2011માં ભારતે મેળવેલી દમદાર જીતની ઊજવણી કેવી રીતે કરી હતી તેની યાદગીરી શેર કરી હતી.

થોડા સમય પહેલાં કોફી વિથ કરણના વિવાદોથી ઘેરાયેલો હાર્દિક આઈપીએલમાં ઝળહળ્યો હતો. પોતાની લાઇફ સ્ટાઇલથી લઈને બેટિંગ સ્ટાઇલ સુધી હાર્દિક વિશે ઘણી ચર્ચાઓ થાય છે.

પંડ્યાએ વર્ષ 2011માં વડોદરા શહેરની ગલીઓમાં મિત્રો સાથે હાર્દિક પંડ્યાએ કરી હતી વર્લ્ડ કપની જીતની ઊજવણી. હાર્દિકે ટ્વીટર પર શેર કરેલી તસવીર ખૂબ શેર કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :  ICC વર્લ્ડ કપ પહેલા આ પ્લેયરની ઈજાએ વધાર્યું કોહલીનું 'ટેન્શન'

ટ્વીટર પર શેર કરી તસવીર
ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયામાં એક તસવીર શેર કરી છે. ટ્વીટર સહિતના પ્લેટફોર્મ પર શેર કરેલી તસવીરમાં હાર્દિક તેના મિત્રો સાથે જોવા મળે છે. બે તસવીરોમાં એક તસવીર હાલની છે જેમાં ધોની, બુમરાહ અને શિખર ધવન છે જ્યારે બીજી તસવીરમાં હાર્દિકના વતન વડોદરાના મિત્રો છે.


હાર્દિકે લખ્યું કે વર્ષ 2011ની જીતની ઊજવણીથી લઈને વર્ષ 2019માં ભારતીય ટીમના પ્રતિનિધી તરીકે ભાગ લેવાની ક્ષણ સ્વપ્ન પુરૂ થયા સમાન છે.

હાર્દિકનો રેકોર્ડ
વર્ષ 2016માં T-20 ક્રિકેટના માધ્યમથી ટીમમાં પ્રવેશ મેળવનારા હાર્દિકે 11 ટેસ્ટમાં 532 રન બનાવ્યા છે અને 17 વિકેટ લીધી છે. જ્યારે હાર્દિકે 45 વન ડેમાં 731 રન બનાવ્યા છે અને 44 વિકેટો ઝડપી છે. 38 T-20માં હાર્દિકે 296 રન નોંધાવ્યા છે અને 36 વિકેટ ઝડપી છે.
First published: May 25, 2019, 1:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading