કપિલ દેવે કહ્યુ- ધોની નહીં પરંતુ આ છે ટીમ ઈન્ડિયાની સૌથી મોટી સમસ્યા

News18 Gujarati
Updated: July 10, 2019, 12:02 PM IST
કપિલ દેવે કહ્યુ- ધોની નહીં પરંતુ આ છે ટીમ ઈન્ડિયાની સૌથી મોટી સમસ્યા
કપિલે કહ્યુ- ધોની ઓલ ટાઇટ ગ્રેટ છે અને રહેશે, તે ટીમ માટે સારું પર્ફોમ કરી રહ્યો છે

કપિલે કહ્યુ- ધોની ઓલ ટાઇટ ગ્રેટ છે અને રહેશે, તે ટીમ માટે સારું પર્ફોમ કરી રહ્યો છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : આ વર્લ્ડ કપમાં પોતાની ધીમી બેટિંગના કારણે ટીકાકારોનો સામનો કરી રહેલા મહેન્દ્ર સિંહ ધોનીને ભારતની દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવનું સમર્થન મળ્યું છે. કપિલ દેવનું કહેવું છે કે ધોનીની ટીકા કરવી ખોટી છે. ઓલ ટાઇમ ગ્રેટ તરીકે જેમને દરજ્જો મળ્યો છે તેમની આવી ટીકા ખોટી છે. કપિલ દેવે કહ્યું કે તે ફરીથી 20 વર્ષના નથી થવાનો.

ટાઇમ્સ ઓઇ ઈન્ડિયા સાથેની વાતચીતમાં ધોનીનો બચાવ કરતાં કપિલ દેવે કહ્યું કે, જ્યાં સુધી ટીમની વાત છે તો એમએસ ધોની સૌથી સારું પર્ફોમ કરી રહ્યો છે. કદાચ તે લોકોની આશાઓને સાચી પુરવાર કરી રહ્યા છે. કપિલે કહ્યું કે સૌથી મોટી સમસ્યા છે કે આપણે આપણા હીરો પાસેથી વધુ અપેક્ષાઓ રાખીએ છીએ. તેઓ પોતાની જવાબદારી યોગ્ય રીત નિભાવે છે.

આ પણ વાંચો, મેનચેસ્ટરમાં આજે પણ આ સમયે પડશે વરસાદ, જાણો કેવું રહેશે હવામાન

કપિલ દવે કહ્યું કે એક કેપ્ટન તરીકે આક્રમક વિરાટ કોહલીની સાથે ધોનીનું શાંત રહેવું આદર્શ છે. ધોનીની વિકેટકીપિંગની કોઈ સાથે તુલના ન કરી શકાય. 60 વર્ષીય કપિલે અનુભવ્યું છે કે ધોની 20 કે 23ની ઉંમરે જેટલું સારું પફોર્મ કરતો હતો તે અત્યારે ન કરી શકે.

ડીઆરએસ રિવ્યૂની સંખ્યા આઈસીસી વધારે

બીજી તરફ, પૂર્વ ભારતીય કેપ્ટને પણ કહ્યું કે આઈસીસીને ડીઆરએસ રિવ્યૂની સંખ્યા વધારવા વિશે વિચારવું જોઈએ. મૂળે, ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ મંગળવારે રમાયેલી પહેલી સેમીફાઇનલ મેચમાં ભારતે પહેલા જ બોલ પર પોતાનો રિવ્યૂ ગુમાવી દીધો. જ્યારે ભુવનેશ્વર કુમારની બોલિંગમાં માર્ટિલ ગપ્ટિલનું લેગ સ્ટમ્પ મિસ થઈ રહ્યું હતું. કપિલ દેવનું માનવું છે કે વર્લ્ડ કપના નોક આઉટ રાઉન્ડમાં એક રિવ્યૂ ન હોવો જોઈએ. આઈસીસીને ડીઆરએસ રિવ્યૂની સંખ્યા વધારવા અંગે વિચારવું જોઈએ. ખાસ કરીને નોકઆઉટ મેચમાં તો કરવું જ જોઈએ. તેઓએ કહ્યું કે ત્રણ રિવ્યૂ કેમ ન હોઈ શકે. તેઓએ કહ્યું કે એક રન કે એક વિકેટ મેચનું સમગ્ર પાસું જ બદલી શકે છે અને નોકઆઉટ રાઉન્ડમાં એક ડીઆરએસ રિવ્યૂ યોગ્ય નથી.ફાસ્‍ટ બોલરોથી કપિલ ખુશ

ભારતના દિગ્ગજ ક્રિકેટર ટીમ ઈન્ડિયાની હાલની ફાસ્ટ બોલિંગથી ઘણા પ્રભાવિત છે. તેઓએ કહ્યું કે વર્ષ પહેલા કોઈને આશા નહોતી કે જસપ્રીત બુમરાહ આ સ્તરે પહોંચશે. 10 ઇંચની દોડની સાથે સતત 145 કિમીની સ્પીડે બોલિંગ કરવી સરળ નથી.

આ પણ વાંચો, CWC19: ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ રન ચેઝ કરતાં ટીમ ઈન્ડિયા ક્યાંક ફસાઈ ન જાય!
First published: July 10, 2019, 12:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading