ટીમ ઇન્ડિયા લંડન જવા રવાના, વિરાટે કહ્યું- આ સૌથી મુશ્કેલ વર્લ્ડ કપ

News18 Gujarati
Updated: May 22, 2019, 1:30 PM IST
ટીમ ઇન્ડિયા લંડન જવા રવાના, વિરાટે કહ્યું- આ સૌથી મુશ્કેલ વર્લ્ડ કપ
ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ઇંગ્લેન્ડ જવા રવાા થઇ છે

મંગળવારે રાત્રે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ મુંબઇ એરપોર્ટ પરથી ઉડાન ભરી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ઇંગ્લેન્ડ જવા રવાા થઇ છે. મંગળવારે રાત્રે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ મુંબઇ એરપોર્ટ પરથી ઉડાન ભરી. 30 મેથી ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપ રમાશે. જ્યારે ટીમ ઇન્ડિયા પોતાના અભિયાનની શરૂઆત 5 જૂનથી કરશે. પહેલી મેચમાં ટીમ ઇન્ડિયાની ટક્કર સાઉથ આફ્રિકા સાથે થશે.

લંડન રવાના થતાં પહેલાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ મુંબઇ એરપોર્ટ પર ખૂબ જ રિલેક્સ નજરે પડ્યાં હતાં. કેટલાક ખેલાડીઓ લેપટોપમાં વ્યસ્ત હતા. જ્યારે કેપ્ટન વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની અને ટીમના કેટલાક સ્ટાર ખેલાડી એરપોર્ટ પર હસી-મજાક કરતાં જોવા મળ્યા હતા.

સૌથી મુશ્કેલ વર્લ્ડ કપ

આ પહેલાં મંગળવારે કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ મુંબઇમાં પ્રેસ કોન્ફરન્સ કરી. વિરાટનું માનવું છે કે, આ વખતનો વર્લ્ડ કપ બહુ મુશ્કેલ છે. ટુર્નામેન્ટના ફોર્મેટે વર્લ્ડ કપને બહુ રસપ્રદ બનાવી દીધો છે. આવામાં દરેક મેચ જીતવા માટે ટીમને ઘણી મહેનત કરવી પડશે.


વિરાટે કહ્યું કે, આ અત્યાર સુધીનો સૌથી પડકારરૂપ વર્લ્ડ કપ છે. અહીં બધી ટીમ સારી છે. તમે અફઘાનિસ્તાનને લઇ લો. તે પહેલાં શું હતી અને હવે કેવા પ્રકારની ટીમ થઇ ગઇ છે. દરેક મચેને પૂરી તાકાત સાથે રમવી પડશે. આ વર્લ્ડ કપમાં અમે કોઇપણ વસ્તુને હળવાશમાં નથી લઇ શકતાં.

આ પણ વાંચો: ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ઇંગ્લેન્ડ જવા રવાા થઇ છે

'વર્લ્ડ કપ જીતવાનો દમ રાખીએ છીએ'

ટીમની જીતની સંભાવનાઓ અંગે વિરાટ કોહલીએ કહ્યું કે, ઇંગ્લેન્ડમાં વનડે ક્રિકેટ રમવું એટલું મુશ્કેલ નથી, જેટલું ટેસ્ટ ક્રિકેટ છે. અમને વિશ્વાસ છે કે અમે સારું પ્રદર્શન કરીશું. ત્યાં સૌથી મહત્વની વસ્તુ વર્લ્ડ કપનો પ્રેશર હેન્ડલ કરવાનું હશે. આઇપીએલમાં અમારા બધા બોલર્સ વર્લ્ડ કપ પ્રમાણે બોલિંગ કરી રહ્યાં હતાં. અમારા બોલર્સ તૈયાર છે. સાચું કહું તો, અમે બધા પોતાની ક્ષમતા પ્રમાણે રમીશું તો વર્લ્ડ કપ જીતવાનો દમ રાખીએ છીએ.

 
First published: May 22, 2019, 1:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading