પાકિસ્તાનની ધોલાઈની સાથે ભારતે બનાવ્યા આ 10 રેકોર્ડ

News18 Gujarati
Updated: June 17, 2019, 12:00 PM IST
પાકિસ્તાનની ધોલાઈની સાથે ભારતે બનાવ્યા આ 10 રેકોર્ડ
ભારતની વિરુદ્ધ બેટિંગ માટે ઉતરેલો પાકિસ્તાનનો ટીમનો શોએબ મલિક.

માનચેસ્ટરમાં ભારતે પાકિસ્તાનની જોરદાર ધોલાઈ કરીને કેટલાક નવા રેકોર્ડ બનાવ્યા

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશા શ્વાસ અદ્ધર કરી દે છે. માનચેસ્ટરમાં ભારતે પાકિસ્તાનની જોરદાર ધોલાઈ કરી. કેટલાક નવા રેકોર્ડ બનાવ્યા, કેટલાક રેકોર્ડ પણ તૂટ્યા. વર્લ્ડ કપની પોતાની ચોથી મેચમાં ભારતે પાકિસ્તાનને ડકવર્થ-લૂઇસના નિયમ મુજબ 89 રનોથી હરાવ્યું. આ મેચમાં ભારતે 10 નવા રેકોર્ડ પણ નોંધાવ્યા.

1. મહેન્દ્ર સિંહ ધોનીએ પાકિસ્તાનની વિરુદ્ધ 341મી વનડે રમી કોઈ ભારતીય દ્વારા સૌથી વધુ મેચ રમવાના મામલામાં રાહુલ દ્રવિડને પાછળ મૂકી દીધો. રાહુલ દ્રવિડે 340 વન ડે મેચ રમ્યો છે. આ મામલામાં ધોનીથી આગળ હવે માત્ર સચિન તેંડુલકર છે.

2. સિક્સરોની છલાંગ મારતા રોહિત શર્માએ મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડી દીધો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધોનીની 355 સિક્સર છે, તો બીજી તરફ રોહિત શર્માની 358 સિક્સર થઈ ચૂકી છે.

3. વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમને હરાવવાનો રેકોર્ડ ભારતીય ટીમે કાયમ રાખ્યો. ભારતે પાકિસ્તાનને ક્રિકેટ વર્લ્ડ કપમાં સાતમી વાર હરાવ્યું. ત્યાં સુધી કે પાકિસ્તાની અખબાર ધ ડોનનું હેડિંગ છે...Inidia 7, Pakistan 0.

4. 20 વર્ષ પહેલા પણ ભારતીય ટીમે પાકિસ્તાનને આ મેદાન પર હરાવ્યું હતું. ઈન્ડિયન ટીમે 1999 વર્લ્ડ કપમાં આ મેદાન પર પાકિસ્તાનને 43 રનથી માત આપી હતી. એટલે બીજી વાર ફરી હરાવ્યું.

5. વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની વચ્ચે સૌથી મોટો સ્કોર આ મેચમાં બન્યો. આ પહેલા ભારતે 2015 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની વિરુદ્ધ 300 રન કર્યા હતા.6. વર્લ્ડ કપમાં પાકિસ્તાનની વિરુદ્ધ સદી કરનારો બીજો ભારતીય બન્યો રોહિત શર્મા. આ પહેલા રન મશીન વિરાટ કોહલીએ 2015માં એડીલેડમાં પાકિસ્તાનની વિરુદ્ધ 107 રન ફટકાર્યા હતા.

7. વધુ એક રેકોર્ડ જે બન્યો હતો ઓપનિંગનો. રોહિત શર્મા અને કે એલ રાહુલે પહેલી વિકેટ માટે 136 રન કર્યા, જે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની વિરુદ્ધ કોઈ પણ વિકેટ માટે આ સૌથી મોટી પાર્ટનરશીપ છે.

8. સૌથી રસપ્રદ રેકોર્ડ હતો ભારતીય ટીમના ઓલરાઉન્ડર વિજય શંકરનો. ઓલરાઉન્ડર વિજય શંકર વર્લ્ડ કપમાં પોતાની પહેલી મેચ રમી રહ્યો હતો. ભારતીય ટીમ બોલિંગ કરી રહ્યો હતો. ભુવનેશ્વર કુમાર મોર્ચા પર હતો, આ દરમિયાન કુમારને ઈજા થઈ અને તે પોતાની ઓવર પૂરી ન કરી શક્યો. ત્યારે તેની ઓવર પૂરી કરવા માટે વિજય શંકરને બોલ આપવામાં આવ્યો. શંકર બોલિંગ માટે આવતાં જ પહેલા બોલે તેણે ઈમામ ઉલ હકને એલબીડબલ્યૂ કરી દીધો. આ રીતે વર્લ્ડ કપમાં પોતાની પહેલા જ બોલ પર વિકેટ લેનારો પહેલો ભારતીય બન્યો.

9. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ વનેડે ક્રિકેટમાં 11 હજાર રન પૂરા કરી દીધા છે. કોહલી આ મુકામ પર સૌથી વધુ ઝડપતી પહોંચનારો દુનિયાનો પહેલો બેટ્સમેન છે. 11 હજાર રનોનો આંકડો કોહલીએ 222મી ઇનિંગમાં જ પૂરો કર્યો. જ્યારે સચિને 276મી ઇનિંગમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.

10. ટોસને લઈને પણ એક અનોખો રેકોર્ડ છે. વર્લ્ડ કપમાં પહેલીવાર ભારત-પાકિસ્તાન મેચમાં કેપ્ટને ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો.

આ પણ વાંચો, વર્લ્ડ કપ 2019: જીતના એ 5 હીરો જેમણે પાક.નો સફાયો કરી દીધો
First published: June 17, 2019, 11:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading