વર્લ્ડ કપ ઈતિહાસમાં આજથી 27 વર્ષ પહેલા આ પ્રારૂપ ઉપયોગ કરવામાં આવતો હતો. એટલે કે તમામ ટીમ એકબીજા વિરુદ્ધ મેચ રમવાનું પ્રારૂપ. ગત સમયે 1992ના વર્લ્ડ કપમાં તેનો ઉપયોગ થયો હતો. ત્યારે પાકિસ્તાનની ટીમ ઈમરાન ખાનની આગેવાનીમાં ચેમ્પિયન બની હતી. વર્લ્ડ કપ 2019માં ભાગ લઈ રહેલી તમામ 10 ટીમો પણ એક-બીજા વિરુદ્ધ મેચ રમી રહી છે. તેમાંથી સૌથી સારૂ પ્રદર્શન કરનારી ચાર ટીમો સેમિફાઈનલમાં જગ્યા બનાવશે.
આ ગણિત જેટલું સમજવામાં સરળ લાગે છે તેટલું જ મુશ્કેલ છે. એવામાં જ્યારે વર્લ્ડ કપ 2019ની અડધી સફર પુરી થઈ ગઈ છે, તમામ લોકોના મનમાં પ્રશ્ન એ છે કે, આખરે તે કઈં ચાર ટીમ જે અંતિમ ચાર સુધી પહોંચશે. તેનું ગણિત શું હોય છે. તો ચાલો સમજીએ ગણિત.
સેમિફાઈનલ માટે કેટલી જીત જરૂરી
4 જીત - ઓછામાં આછા ચાર મુકાબલા જીતવા જરૂરી છે, ત્યારબાદ અન્ય ટીમના પરિણામ પર નિર્ભર રહેવું પડે છે, જે નસીબ હોય તો જ સટિક બેસે.
5 જીત - 9માંથી 5 જીતથી સેમિફાઈનલમાં જગ્યા બનાવી શકાય છે, પરંતુ તેના માટે પણ નેટ રન રેટ મામલામાં નસીબ કામ કરી જાય છે.
6 અથવા 7 જીત - નવમાંથી 7 જીતનો મતલબ સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. પરંતુ તે ટોપ પર પણ રહી શકે છે. આમ તો 6 મુકાબલા જીત્યા બાદ સેમિફાઈનલમાં પહોંચવું લગભગ નક્કી થઈ જાય છે.
સેમિફાઈનલના ગણિતને બે રીતે સમજી શકાય છે. તેમાં સૌથી ઓછી મેચ જીતીને અંતિમ ચારમાં જગ્યા બનાવવી અને સૌથી વધારે મેચ જીતી સેમિફાઈનલમાં પહોંચવાનો ક્રમ સામેલ છે.
1 - જો આપણે માની લઈએ કે, અત્યાર સુધીના પ્રદર્શનના હિસાબે ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ વધારે મુકાબલા જીતી સેમિફાઈનલમાં સરળતાથી પહોંચી જશે. એવામાં ચોથા સ્થાન માટે સાત ટીમો વચ્ચે મુકાબલો હશે. તેનો મતલબ એ થયો કે, શીર્ટ ટીમો 7, 8 અને 9 અથવા 8, 8, મેચ જીતીને સેમિફાઈનલમાં પહોંચી છે. લીગ ચરણમાં 45 મુકાબલા રમાય છે. એવામાં માની લો કે, શિર્ષ ત્રણે ટીમોએ તેમાંથી 24 (9+8+7) મેચ જીતી લીધી. ત્યારબાદ બચેલી 21 મેચોને સાત ટીમ વચ્ચે વહેંચી દેવામાં આવે તો, ત્રણ જીત થઈ. એવામાં જે પણ ટીમની રન રેટ વધારે હશે તે સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ કરી જશે. આંકડા જોઈએ તો, ત્રણ મેચ જીતીને પણ કોઈ ટીમ સેમિફાઈનલમાં પહોંચી શકે છે, પરંતુ કાગળ પર અંતિમ ચાર ટીમો નક્કી નથી થઈ શકતી. આ સાથે વરસાદ સહિત તમામ ફેક્ટર પણ હોય છે. સુરક્ષિત રીતે એવુ કહી શકાય કે, સેમિફાઈનલની આશા માટે ઓછામાં ઓછી 4 મેચમાં જીત જરૂરી છે.
2 - આ સમજવા જોઈએ કે, પોઈન્ટ ટેબલમાં નીચા સ્થાન પર રહેલી પાંચ ટીમો મોટાભાગના મુકાબલા હારી ગઈ છે અને શીર્ષ પાંચ ટીમોએ બરાબર પ્રદર્શન કર્યું છે. હવે જો બોટમની પાંચ ટીમ ક્રમશ 4, 3, 2, 1 અને 0 જીત નોંધાવે છે અથવા પછી પાંચે કુલ મળી 10 મુકાબલા જીત્યા છે તો બાકી 35 મેચો માટે પાંચ ટીમોમાં ટક્કર છે. તેનો મતલબ એ પણ થયો કે, પાંચ ટીમો બરાબર 7 મેચ જીતે છે તો, એવામાં સૌથી ખરાબ રન રેટવાળી ટીમ બહાર જતી રહેશે અને બાકીની ચાર ટીમ સેમિફાઈનલમાં જગ્યા બનાવી લેશે.