ધોનીની વાપસી પર સહેવાગે કહ્યું, પંત અને રાહુલ પછી ક્યાં જશે?

News18 Gujarati
Updated: March 19, 2020, 8:11 AM IST
ધોનીની વાપસી પર સહેવાગે કહ્યું, પંત અને રાહુલ પછી ક્યાં જશે?
સહેવાગ (ફાઇલ તસવીર)

સહેવાગે કહ્યું કે ધોનીની વાપસી કે.એલ. રાહુલ અને પંતના પ્રદર્શન પર આધાર રાખે છે

  • Share this:
નવી દિલ્હી : ભારતના પૂર્વ સ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ (Virendra Sehwag)ને મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ની વાપસીને લઈને સવાલ પૂછવામાં આવ્યા હતા. સહેવાગે તેની પર ખૂબ જ ચોંકાવનારો જવાબ આપ્યો. સહેવાગે કહ્યું કે ધોનીની વાપસી કે.એલ. રાહુલ (KL Rahul) અને પંત (Rishabh Pant)ના પ્રદર્શન પર આધાર રાખે છે. વીરેન્દ્ર સહેવાગે વધુમાં કહ્યું કે તેમની પાસે એક પણ એવું કારણ નથી જેના કારણે કે.એલ. રાહુલ અને પંતને ટીમથી બહાર કરવામાં આવે. બંને ઘણું સારું પ્રદર્શન કરી રહ્યા છે અને યુવા પણ છે.

નોંધનીય છે કે, વર્ષ 2019ના વર્લ્ડ કપ બાદથી એમ.એસ. ધોનીએ ટીમ ઈન્ડિયા (Team India)માં વાપસી નથી કરી. એવામાં વારંવાર પ્રશંસકોની સાથે એવો સવાલ આવીને ઊભો થઈ જાય છે કે ધોની ટીમમાં ક્યારે વાપસી કરી રહ્યો છે. ધોની માટે હવે આઈપીએલ જ સારું પ્રદર્શન માટેની તક હતી જે પણ રદ થવાના અણસાર છે.

સહેવાગે ધોનીને લઈને કહ્યું કે જો ધોની ટીમમાં વાપસી કરે છે તો તેઓ ક્યાં ફિટ થશે. પંત અને કે.એલ. રાહુલ પહેલાથી જ ટીમમાં રમી રહ્યા છે. એવામં મને નથી લાગતું કે કોઈ પણ આ બંને યુવા બેટ્સમેનોની વિરુદ્ધ વિચારશે.

આ પણ વાંચો, ઈશાંતની લવ સ્ટોરી : પ્રતિમા આ કારણે ઈર્ષ્યા કરતી હતી, 6 વર્ષ બાદ કર્યા લગ્ન

ધોનીએ ચેન્નઈમાં આવીને આઈપીએલની તૈયારી શરૂ કરી દીધી હતી પરંતુ કોરોના વાયરસના ડરથી આઈપીએલને 15 એપ્રિલ સુધી રદ કરી દેવામાં આવી છે. તેના કારણે એ ટીમોના અભ્યાસ સેશન પણ રદ કરી તમામ ખેલાડીઓને પોતાના ઘરે પરત જવા કહેવામાં આવ્યું છે. એવામાં ધોની પણ પરત રાંચી જતો રહ્યો છે.

આ પણ વાંચો, શું ICC ભારત-પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ સીરીઝ આયોજીત કરશે?
First published: March 19, 2020, 7:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading