શનિવારે રમાયેલી મુંબઇ અને ચેન્નાઇ વચ્ચેની મેચમાં ચેન્નાઇએ મુંબઇને 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટને મુંબઇએ બે બોલ બાકી હતા ત્યારે બે વિકેટના નુકસાન સાથે હાંસલ કર્યો હતો.
શનિવારે રમાયેલી મુંબઇ અને ચેન્નાઇ વચ્ચેની મેચમાં ચેન્નાઇએ મુંબઇને 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટને મુંબઇએ બે બોલ બાકી હતા ત્યારે બે વિકેટના નુકસાન સાથે હાંસલ કર્યો હતો.
શનિવારે રમાયેલી મુંબઇ અને ચેન્નાઇ વચ્ચેની મેચમાં ચેન્નાઇએ મુંબઇને 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટને મુંબઇએ બે બોલ બાકી હતા ત્યારે બે વિકેટના નુકસાન સાથે હાંસલ કર્યો હતો. મુંબઇની સાત મેચોમાં આ તેમની બીજી મેચ હતી. મુંબઇ ઇન્ડિયન્સ ટીમના કેપ્ટન રોહિત શર્મા 56 રનની અણનમ ઇનિંગ રમી હતી. આમ મુંબઇએ આઇપીએલની સાત મેચોમાં બે મેચો જીતવામાં સફળતા મેળી હતી.
બીજી તરફ ચેન્નાઇની ટીમ તરફથી સુરેશ રૈના 75 રન સાથે અણનમ ઇનિંગ રમી હતી. પરંતુ તેમની આ ઇનિંગમાં રોહિતની ઇનિંગ ભારે પડી ગઇ હતી. રોહિતે 56 રનની ઇનિંગ રમી હતી જેમાં છ ફોર અને બે સિક્સ લગાવી હતી. રોહિત ઉપર ઇવિન લુઇસ 47 અને સુર્ય કુમાર યાદવ 44 રન બનાવ્યા હતા. મુંબઇ ઇન્ડિયાની જીમાં રોહતિ શર્માનો દાવ ખાસ રહ્યો હતો. રોહિત શર્મા ખુબજ સાચવીને રમ્યા અને ટીમને જીતની નજીક લઇ ગયા હતા. રોહિતે પોતાના દાવમાં એકપણ એવો શોર્ટ માર્યો ન્હતો જેનાથી તેની વિકેટ પડી શકે. રોહિત શર્માએ ઇવિન લુઇસ અને હાર્દિક પંડ્યા સાથે નાની બે પાર્ટનરશિપ કરી હતી.
રોહિત શર્માએ પોતાના દાવમાં મોટા શોર્ટ્સ રમ્યા ન હતા. જોકે, બે મોટી સિક્સ જરૂર લગાવી હતી. તેમની સિક્સ જોઇને સ્ટેડિયમમાં હાજર તેમની પત્નિ રિતિકા પણ ખુબ જ ખુશ ખુશ નજરે પડી હતી. રિતિકાએ પોતાના મિત્રો સાથે મુંબઇ અને ચેન્નાઇની મેચ જોવા માટે સ્ટેડિયમમાં પહોંચી હતી. તેમણે રોહિત શર્માની બેટિંગનો પૂરેપૂરો આંનદ ઉઠાવ્યો હતો.
તમને જણાવી દઇએ કે આઇપીએલમાં બન્યા રહેવા માટે મુંબઇ માટે આ જીત ખુબ જ જરૂરી હતી. મુંબઇએ શરૂઆતની ત્રણ મેચો છેલ્લા બોલે ગુમાવી હતી. એજ કારણ રહ્યું કે રોહિતે આ મેચને છેલ્લા બોલ સુધી જવા જ ન દીધી.
Published by:Ankit Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર