આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાયેલ પહેલી મેચમાં ક્રિકેટનો રોમાંચ ચરમ પર હતો. ડ્રવેન બ્રાવોની તુફાની પારીએ મેચનું પરિણામ ચેન્નાઇના પક્ષમાં કરી દીધું. મેચમાં એક સમય એવો પણ આવ્યો હતો જ્યાં કરોડો ક્રિકેટ પ્રેમીઓના શ્વાસ જાણે રોકાઇ ગયા.
મેચની 19મી ઓવરમાં બ્રાવો ધમાકેદાર બેટિંગ કરી રહ્યા હતાં. બુમરાહની આ ઓવરની પહેલા બે બોલ પર બ્રાવોએ છક્કા લગાવ્યાં હતાં. ત્રીજા બોલમાં બ્રાવોએ ત્રણ રન લીધા. ચોથા બોલમાં બુમરાહે સ્માર્ટલી બોલ નાંખ્યો. બ્રાવોના બેટ સાથે અથડાઇને તે સ્ટંમ્પ સાથે અથડાયો. આ જોઇને ચેન્નાઇ ટીમ અને તેમના ફેન્સના શ્વાસ રોકાઇ ગયા હતાં. પરંતુ ત્યારે જ એક મિરેકલ થયો અને સ્ટંમ્પની ઉપરનો બેલ નીચે પડ્યો નહીં. આ રીતે બ્રાવો આઉટ ન ગણાયો અને તેના પછીના બોલમાં તેમણે છક્કો મારી દીધો.
જો કે ઓવરના અંતિમ બોલ પર બ્રાવો આઉટ થઇ ગયો પરંતુ ઓવરમાં કેદાર જાધવે ચોક્કો અને છક્કો મારતા ટીમને જીતાડી દીધી. આઈપીએલની પહેલી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે પહેલા બોલિંગ કરતા ચાર વિકેટ પર 165 રન બનાવ્યાં હતાં. જવાબમાં ચેન્નઇએ 20મી ઓવરની પાંચમી બોલ પર નવ વિકેટના નુકશાન પર મેચ જીતી લીધી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર