Home /News /sport /IPLની ટ્રોફી પર યુવાનોને પ્રેરણા આપનારો સંસ્કૃત શ્લોક લખ્યો છે; જાણો શું મતલબ થાય છે

IPLની ટ્રોફી પર યુવાનોને પ્રેરણા આપનારો સંસ્કૃત શ્લોક લખ્યો છે; જાણો શું મતલબ થાય છે

IPL 2023ની ટ્રોફી - ફાઇલ તસવીર

આઈપીએલની 16મી સિઝન 31મી માર્ચથી શરૂ થઈ રહી છે. ત્યારે તમામ ટીમોની નજર ટ્રોફી પર અટકેલી છે. આઈપીએલની ટ્રોફી પર સંસ્કૃતમાં એક શ્લોક લખ્યો છે, જે યુવાનોને પ્રેરણા આપે છે.

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2023)ની શરૂઆતમાં માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે 31મી માર્ચે 16મી સિઝનની પહેલી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. તમામ ટીમોની નજર આઇપીએલની ટ્રોફી પર અટકી છે. દરેક સિઝનમાં ટ્રોફી મેળવવા માટે ટીમ વચ્ચે ખરાખરીનો ખેલ જામે છે. ત્યારે આઇપીએલની પહેલી સિઝન વર્ષ 2008માં રમવામાં આવી હતી અને તે દરમિયાન ટ્રોફી અલગ હતી.

શું લખ્યું છે ટ્રોફી પર?


પહેલી સિઝનમાં ટ્રોફીનો આકાર ભારતના નકશા જેવો હતો. કેટલાક વર્ષો બાદ ટ્રોફીમાં ખાસ્સો ફેરફાર જોવા મળ્યો છે. ત્યારબાદ સમયાંતરે ટાઇટલ અને સ્પોન્સર્સ પણ બદલાતા રહે છે. હાલના સમયમાં ટાટા ટાઇટલ સ્પોન્સર છે. નવી ટ્રોફી પર સંસ્કૃતમાં એક શ્લોક લખેલો જોવા મળે છે. આ શ્લોક યુવાનો માટે પ્રેરણાદાયક છે. ટ્રોફી પર ‘यत्र प्रतिभा प्राप्नोति’ લખવામાં આવ્યું છે. તેનો મતલબ થાય છે કે, જ્યાં પ્રતિભા અને અવસર બંનેનું મિલન થાય છે.


ધોનીની છેલ્લી આઇપીએલ હોવાની માન્યતા


ઉલ્લેખનીય છે કે, આઇપીએલમાં રમતી ઘણી ટીમ હજુ સુધી ટ્રોફી સુધી પહોંચી શકી નથી. આ ટ્રોફી સૌથી વધુ વાર મુંબઇ ઇન્ડિયન્સની ટીમે મેળવી છે. મુંબઈએ રોહિત શર્માની આગેવાનીમાં પાંચ વાર જીત મેળવી છે. તો ધોનીની આગેવાનીવાળી સીએસકેએ પણ ચાર વાર ખિતાબ જીત્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, 2023 ધોનીની છેલ્લી આઇપીએલ સિઝન હશે. હવે જોવાનું એ રહેશે કે, તેઓ આઇપીએલ કરિયરમાં ટ્રોફી સાથે ફૂલસ્ટોપ મૂકવામાં સફળ થાય છે કે નહીં.
First published:

Tags: Cricket News Gujarati, IPL 2023, IPL Latest News