Home /News /sport /

IND vs WI T-20: ભારતે 71 રને શાનદાર જીત મેળવી સિરીઝ પર કર્યો કબજો

IND vs WI T-20: ભારતે 71 રને શાનદાર જીત મેળવી સિરીઝ પર કર્યો કબજો

પિચ રિપોર્ટમાં પૂર્વ ભારતીય બેટ્સમેન સુનિલ ગાવસ્કરે પણ આ પીચને બેટ્સમેનો માટે મુશ્કેલ જણાવી છે.

પિચ રિપોર્ટમાં પૂર્વ ભારતીય બેટ્સમેન સુનિલ ગાવસ્કરે પણ આ પીચને બેટ્સમેનો માટે મુશ્કેલ જણાવી છે.

    લખનઉમાં રમવામાં આવી રહેલી બીજી ટી-20 મેચમાં ટીમ ઈન્ડીયાને વેસ્ટ ઈન્ડીઝની ટીમે ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. વિન્ડીઝના ટી-20 કપ્તાન કાર્લોસ બ્રેથવેટે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેને ક્રિકેટ એક્સપર્ટે સાચો નિર્ણય ગણાવ્યો છે. ભારતે પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 02 વિકેટના નુકશાને 195 રન બનાવ્યા. ભારત તરફથી રોહિત શર્મા 61 બોલમાં શાનદાર 111 રન અને લોકેશ રાહુલ 14 બોલમાં 26 રન બનાવી અણનમ રહ્યો.

    આ બાજુ ભારતે જીતવા માટે આપેલા 196 રનના લક્ષ્યાંકનો પીછો કરી વેસ્ટ ઈન્ડીઝની ટીમ ભારતીય બોલરોના સપાટા વચ્ચે 20 ઓવરમાં 09 વિકેટના નુકશાને માત્ર 124 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ. આ રીતે ભારતે 71 રને જીત મેળવી પૂરી સિરિઝ પર કબ્જો કરી લીધો.

    ભારત -  કોણ કેટલા રન બનાવી આઉટ થયું

    ફેબિયન એલેનની બોલિંગ સમયે 14મી ઓવરના છેલ્લા બોલે શિખર ધવન 41 બોલમાં 43 રન બનાવી નિકોલસ પૂરાનના હાથે કેચ આઉટ થયો અને રિષભ પંત

    શિમરોન ડેટમેયરની બોલિંગ સમયે 16મી ઓવરના બીજા બોલે 06 બોલમાં 05 રન બનાવી ખારી પિયરના હાથે કેચ આઉટ થયો

    ભારત - કોણે કેટલી વિકેટ લીધી

    ભુવનેશ્વર કુમારે 04 ઓવરમાં 12 રન આપી 02 વિકેટ લીધી
    કે. ખલીલ અહમદે 04 ઓવરમાં 30 રન આપી 02 વિકેટ લીધી
    જસપ્રિત બુમરાહે 04 ઓવરમાં 20 રન આપી 02 વિકેટ લીધી
    કૃણાલ પંડ્યાએ 04 ઓવરમાં 3 રન આપી એક પણ વિકેટ ના લીધી
    કુલદીપ યાદવે 04 ઓવરમાં 32 રન આપી 02 વિકેટ લીધી

    તમને જણાવી દઈએ કે, લખનઉના અટલ બિહારી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પહેલી વખત ઈન્ટરનેશનલ મેચ રમવામાં આવી હતી અને અહીંની પીચથી તમામ લોકો અજાણ્યા હતા.

    પિચ રિપોર્ટમાં પૂર્વ ભારતીય બેટ્સમેન સુનિલ ગાવસ્કરે આ પીચને બેટ્સમેનો માટે મુશ્કેલ જણાવી હતી. પરંતુ ભારતીય બેટ્સમેનોએ ધમાકેદાર રન બનાવ્યા, જ્યારે વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનો ભારતીય બોલરોના સપાટાથી એક પછી એક આઉટ થઈ ગયા.

     ભારત - ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો
    લખનઉ ટી-20 માટે ટીમ ઈન્ડીયાએ એક ફેરફાર કર્યો છે. ફાસ્ટ બોલર ઉમેશ યાદવની જગ્યાએ ભુવનેશ્વર કુમાર પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થઈ ગયો છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમે રોવમેન પોવેલને બહાર કરી નિકોલસ પૂરનને મોકો આપ્યો છે.

    ભારતીય ટીમ
    રોહિત શર્મા (સુકાની), શિખર ધવન, લોકેશ રાહુલ, રિષભ પંત, મનીષ પાંડે, દિનેશ કાર્તિક, ક્રુણાલ પંડ્યા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, ખલીલ અહમદ, ભુવનેશ્વરકુમાર

    વેસ્ટ ઈન્ડિઝ ટીમ
    કાર્લોસ બ્રેથવેટ, ફેબિયન એલેન, ડેરેન બ્રાવો, શિમરોન ડેટમેયર, કીમો પોલ, કીરોન પોલાર્ડ, દિનેશ રામદીન, આંદ્રે રસેલ, શેરફેન રદરફોર્ડ, ઓશાને થામસ, ખારી પિયરે, ઓબેદ મૈકાય, રોવમેન પોવેલ, નિકોલસ પૂરાન.
    Published by:kiran mehta
    First published:

    Tags: Chose to bowl, India vs west indies 2nd t20, Lucknow, West indies, Win the toss, ક્રિકેટ, પ્રથમ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन