નવી દિલ્હી. વેસ્ટ ઇન્ડિઝ (West Indies)ના દમદાર બેટ્સમેન ક્રિસ ગેલ (Chris Gayle)એ ઓસ્ટ્રેલિયા (Australia vs West Indies) સામે ત્રીજી ટી-20 મેચમાં ઇતિહાસ રચ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયન બોલરોને ખૂબ હંફાવી દીધા અને દરેક ખૂણામાં ચોક્કા અને છગ્ગાની વર્ષા કરી હતી. યૂનિવર્સ બોસે 9માં ઓવરમાં એડમ જમ્પાના પ્રથમ બોલ પર લોન્ગ ઓનની ઉપરથી સિક્સર ફટકારી અને આ મોટા શોટની સાથે તેમણે ટી-20માં 14 હજાર રન પૂરા કર્યા છે. આમ કરનાર તેઓ વિશ્વના પહેલા બેટ્સમેન બન્યો છે.
તેણે આ મેચની બીજી ઓવરમાં જોશ હેઝલવુડને ખૂબ હંફાવી દીધો હતો. બીજી ઓવરની છેલ્લા ચાર બોલમાં તેણે 18 રન કર્યા હતા. ગેલે છેલ્લા 4 બોલને 6,4,4,4 માટે બોઉન્ડ્રી સુધી પહોંચાડ્યા હતા. ક્રિસ ગેલે એડમ જમ્પાની ઓવરમાં સતત 3 સિક્સ ફટકારીને 33 બોલ પર પોતાની અડધી સદી પૂરી કરી હતી. 2016માં પછીથી ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાં તે તેની પહેલી અડધી સદી હતી. તેણે છેલ્લે ટી-20 વર્લ્ડ કપમાં અર્ધ શતક ફટકાર્યો હતો.
ગેલે પોતાની દમદાર ઇનિંગમાં 38 બોલમાં 67 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 58 રન તો માત્ર ફોર અને સિક્સર ફટકારીને જ બનાવી લીધા હતા. ગેલે પોતાની વિસ્ફોટક ઇનિંગમાં 4 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. તેના નામે 430 ટી-20 મેચમાં કુલ 14 હજાર 38 રન થઇ ગયા છે. આ દરમિયાન તેણે 22 સદીઓ અને 87 અડધી સદીઓ ફટકારી છે.
તેનો સર્વશ્રેષ્ઠ ટી-20 સ્કોર અણનમ 175 રનનો છે, જે તેણે 2013માં પુણે વોરિયર્સ સામે કર્યા હતો. ત્યાર બાદ 2015માં કેંટ સામે અણનમ 151 રન, 2017માં ઢાકા ડાટનામાઇટ સામે અણનમ 146 રન, 2012માં કેપિટલ્સ સામે અણનમ 128 રન અને 2017માં ખુલના ટાઇટંસ સામે 126ની ઇનિંગ રમી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર