Home /News /sport /

Coronaને કારણે વેસ્ટઈન્ડિઝે કરવું પડ્યું દેવું, ઉધાર લઈને ખેલાડીઓને આપ્યો પગાર

Coronaને કારણે વેસ્ટઈન્ડિઝે કરવું પડ્યું દેવું, ઉધાર લઈને ખેલાડીઓને આપ્યો પગાર

વેસ્ટ ઈન્ડિઝ ટીમ

રિકી સ્કેરિટે દાવો કર્યો છે કે તેમના બે વર્ષના કાર્યકાળ દરમ્યાન દેવું ઘટી ગયું છે. જ્યારથી તેમણે પદભાર સાંભળ્યો છે, ત્યારથી પરિસ્થિતિમાં સુધારો થયો છે.

કોરોના મહામારીને કારણે અનેક ક્ષેત્રે મંદી જોવા મળી રહી છે. લોકડાઉન અને કોરોના મહામારીની અસર ક્રિકેટ પર પણ થઇ છે. ત્યારે વેસ્ટઈન્ડિઝ ક્રિકેટના રિકી સ્કેરિટ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે, વિન્ડીઝ ક્રિકેટ બોર્ડે ખેલાડીઓને વેતન આપવા માટે દેવું કરવું પડ્યું હતું. રિકી સ્કેરિટે દાવો કર્યો છે કે તેમના બે વર્ષના કાર્યકાળ દરમ્યાન દેવું ઘટી ગયું છે. જ્યારથી તેમણે પદભાર સાંભળ્યો છે, ત્યારથી પરિસ્થિતિમાં સુધારો થયો છે.

રિકી સ્કેરિટે વધુમાં જણાવ્યું છે કે તેમની પાસે રકમ આવ્યા પહેલા જ ભવિષ્યના ખર્ચાઓ અંગે યોજના કરવામાં આવી હતી. જેથી બે કરોડ ડોલરનું દેવું થઈ ગયું હતું, જેને ચૂકવવા માટે ફંડની વ્યવસ્થા પણ નહોતી તથા વાંરવાર દેવું કરવું પડતું હતું. દેવાની રકમ ચૂકવવા માટે અન્ય કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહોતી. સાથે જ સ્ટાફને વેતન ચૂકવવા માટે પણ યોગ્ય રકમ નહોતી. આ મહામારી દરમ્યાન દરેક કર્મચારી અડધા વેતન પર કાર્ય કરી રહ્યા હતા.

આ પણ વાંચો - અબજોપતિ છે આ કલાકારો, આ સ્ટાર્સની કમાણીના આંકડા જોઈ આંખો ખુલ્લી રહી જશે

ખર્ચા ઓછા કરવાથી દેવું ચૂકવવામાં સહાય મળી: રિકી સ્કેરિટ

રિકી સ્કેરિટે જણાવ્યું કે દેવું ચૂકવવા માટે ખર્ચા ઓછા કરવામાં આવ્યા. ફાયદા અને નુકસાનને ધ્યાનમાં ન લેતા જે પણ રોકડ રકમ હતી તેના પર ધ્યાન આપવામાં આવ્યું. જેનાથી દેવું ઓછું થઈ ગયું અને પરિસ્થિતિમાં સુધાર થઈ રહ્યો છે. આ પ્રમાણે પહેલા નહોતા કરી શકતા પરંતુ સમસ્યાઓ સાથે જવાબદારીઓ પૂર્ણ કરવામાં આવી છે. મારા કાર્યકાળ દરમ્યાન આ પ્રમાણે કાર્ય કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોNazara tech IPO: રોકાણકારો થયા માલામાલ, 79% પ્રીમિયમ સાથે બજારમાં લિસ્ટ થયો શેર

વેસ્ટઈન્ડીઝ અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહી છે મેચ

કોરોના મહામારીના કારણે ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર રોક લગાવવામાં આવી હતી. તે જ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત કરવામાં આવી હતી. જે બાદ આઈપીએલ રમવામાં આવી હતી. હાલમાં કેરેબિયન ટીમ શ્રીલંકા સામે મેચ રમી રહી છે. કોરોના મહામારી બાદ વેસ્ટઈન્ડીઝની આ પહેલી ઘરેલુ સીરિઝ છે.
First published:

Tags: Coronavirus, Salary, West indies, ક્રિકેટ, ક્રિકેટ ન્યૂઝ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन