38 વર્ષની ઉંમરે ધોનીએ જિમમાં કર્યો ખતરનાક સ્ટન્ટ, વીડિયો થયો વાયરલ

વીડિયો વાયરલ થતાં ધોનીના પ્રશંસકોએ વખાણ કરતાં કહ્યું, 38 વર્ષની ઉંમરે ધોનીની ફિટનેસ કમાલની છે

વીડિયો વાયરલ થતાં ધોનીના પ્રશંસકોએ વખાણ કરતાં કહ્યું, 38 વર્ષની ઉંમરે ધોનીની ફિટનેસ કમાલની છે

 • Share this:
  રાંચી : મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે અને એવામાં તેના પ્રશંસકો આતુરતાથી તેના પાછા આવવાની રાહ જોઈ રહ્યા છે. અહેવાલો મુજબ ધોની 2 માર્ચથી ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ના કેમ્પ સાથે જોડાશે. આ પહેલા તે રાંચી (Ranchi)માં છે જ્યાં મંગળવારે તે જેએસસીએ સ્ટેડિયમ (JSCA Stadium)માં પ્રેક્ટિસ કરવા પહોંચ્યો. આ દરમિયાન તેણે જિમમાં પહોંચીને પરસેવો પાડ્યો. સોશિયલ મીડિયા પર ધોનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે જિમમાં ખતરનાક સ્ટન્‍ટ (Dangerous Stunt) કરતો જોવા મળી રહ્યો છે.

  ધોનીએ જિમમાં કર્યા ખતરનાક સ્ટન્ટ

  ધોની વીડિયોમાં કાળા રંગનો ટ્રેક અને ટીશર્ટ પહેરીને જોવા મળી રહ્યો છે. તેની સામે એક બૉક્સ મૂકવામાં આવ્યું છે જેની પર ધોની બે પગોથી એક સાથે કૂદીને બેસતો જોવા મળી રહ્યો છે. પ્રશંસકોએ આ વીડિયો પર કોમેન્ટ કરતાં લખ્યું છે કે 38 વર્ષની ઉંમરે ધોનીની ફિટનેસ કમાલની છે. નોંધનીય છે કે ધોનીની ટીમના સૌથી ફિટ ખેલાડીઓમાં ગણતરી કરવામાં આવે છે. તેની સ્ફુર્તિ અને મદાન પર ટકી રહેવાની ક્ષમતા સૌને આશ્ચર્યમાં મૂકી દે છે.
  ધોનીએ પિચર પર રોલર ચલાવ્યું

  આ પહેલા ધોનીએ જેએસસીએ સ્ટેડિયમમાં બેટિંગની સાથોસાથ મેદાનની પિચ ઉપર પણ કામ કરતો જોવા મળ્યો જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ધોની ગ્રાઉન્ડ પર પહોંચ્યો જ્યાં પહેલા તેણે નેટ્સ પર બેટિંગનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તે રોલર પર બેસીને પિચને રોલ કરતો જોવા મળ્યો. ધોનીની આ તસવીરો પ્રશંસકોને ઘણી પસંદ આવી. પ્રશંસકોએ કહ્યું કે ધોનીની સાદગી છે કે તે આટલો મોટો બેટ્સમેન થઈને પણ રોલર ચલાવી રહ્યો છે.

  આ પણ વાંચો, જસપ્રીત બુમરાહનો મોટો ખુલાસો : મને કહેવાયું કે 6 મહિનાથી વધુ નહીં રમી શકું
  Published by:Mrunal Bhojak
  First published: