Home /News /sport /મેચ પૂરી થયા બાદ સૂર્યકુમાર યાદવે ફેન્સનો મોબાઈલ કેમ લીધો? જુઓ વીડિયો

મેચ પૂરી થયા બાદ સૂર્યકુમાર યાદવે ફેન્સનો મોબાઈલ કેમ લીધો? જુઓ વીડિયો

BCCIએ શેર કર્યો વીડિયો

Video: BCCIએ મેચના હીરો બનેલા આ બેટ્સમેનનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ભીડમાં ઉભેલા એક પ્રશંસકનો મોબાઈલ લેતો જોવા મળે છે.

    દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝિલેન્ડના પ્રવાસ દરમિયાન જીત સાથે શરૂઆત કરી છે. ત્રણ મેચોની ટી20 સિરીઝની પ્રથમ મેચમાં વરસાદ આવી ગયો હતો. બીજી મેચમાં ભારતે યજમાન ટીમ સામે એક તરફી જીત મેળવી છે. આ મેચમાં ભારતના બેટ્સમેન સૂર્યકુમાર યાદવે એક ધમાકેદાર શતક માર્યું હતું. BCCIએ મેચના હીરો બનેલા આ બેટ્સમેનનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ભીડમાં ઉભેલા એક પ્રશંસકનો મોબાઈલ લેતો જોવા મળે છે.

    સૂર્યકુમાર યાદવે ધમાકેદાર શતક માર્યું


    ન્યૂઝીલેન્ડ સામે રવિવારે રમાયેલી બીજી T20 મેચમાં ટોસ હાર્યા બાદ ભારતે બેટિંગ કરતા 6 વિકેટે 191 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે આ મેચમાં માત્ર 51 બોલમાં 111 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે કુલ 7 સિક્સર અને 11 ફોર ફટકારી હતી. ટી20 ઈન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયાના આ બેટ્સમેનની આ બીજી સદી હતી. આ સાથે તેણે ઓપનર કેએલ રાહુલની બરાબરી કરી લીધી.

    આ પણ વાંચો: ચાલુ ગાડીમાં બ્રેક ફેઈલ થઈ જાય તો શું કરવું? આ રીતે તમે સુરક્ષિત રહી શકો છો

    પોતે સેલ્ફી લઈને ફેન્સને ખુશ કર્યા


    બીસીસીઆઈએ મેચ બાદ સૂર્યકુમારનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે ફેન્સ સાથે મુલાકાત કરતો જોવા મળી રહ્યો છે. સૂર્યાએ ચાહકોની ભીડમાંથી એકને ઓટોગ્રાફ આપ્યો. આ પછી જ્યારે એક ચાહકે તેની પાસે સેલ્ફીની માંગ કરી તો તેણે તેનો ફોન લઈ લીધો અને પછી પોતે સેલ્ફી લઈને ફેન્સને ખુશ કરી દીધા.



    આ પણ વાંચો: ગુજરાતની ચૂંટણીમાં હીરા કામદારો આ 6 બેઠકો પર રમત બગાડી શકે છે

    સૂર્યકુમારે કેએલ રાહુલની બરાબરી કરી


    T20 ઈન્ટરનેશનલમાં સૂર્યાએ આ જ કેલેન્ડર વર્ષમાં બીજી સદી ફટકારી છે. આ વર્ષે જુલાઈમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સદી ફટકારનાર આ બેટ્સમેને રવિવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સદી ફટકારી હતી. રોહિત શર્માએ અગાઉ 2018ના કેલેન્ડર વર્ષમાં પણ બે ટી20 સદી ફટકારી હતી. એટલું જ નહીં, તેણે હવે ભારત માટે T20 ઈન્ટરનેશનલમાં બે સદી ફટકારનાર કેએલ રાહુલની બરાબરી કરી લીધી છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Indian Cricket, Indian cricket news, Suryakumar yadav

    विज्ञापन
    विज्ञापन