Home /News /sport /PAK vs ENG મેચમાં જો રૂટ-ઓલી મચાવી રહ્યા હતા ખલબલી, મહિલા છત પર કરી રહી હતી ધાકડ ડાન્સ
PAK vs ENG મેચમાં જો રૂટ-ઓલી મચાવી રહ્યા હતા ખલબલી, મહિલા છત પર કરી રહી હતી ધાકડ ડાન્સ
ગ્રાઉન્ડમાં ક્રિકેટર, તો સ્ટેડિયમની છત પર આ મહિલાઓ મચાવી રહી ધૂમ
PAK vs ENG: રાવલપિંડી ટેસ્ટના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ પાકિસ્તાની બોલરોને જોરદાર રીતે પછાડ્યા હતા. પ્રથમ દિવસે જ મુલાકાતી ઇંગ્લિશ ટીમે ચાર સદી ફટકારી હતી. પાકિસ્તાની બોલરો ઈંગ્લેન્ડના બેટ્સમેનો સામે પાણી માગતા જોવા મળ્યા હતા. આ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં પણ રનનો પહાડ ઉભો થયો હતો.
ક્રિકેટ: પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની ટીમો (PAK vs ENG) હાલમાં ટેસ્ટ શ્રેણી રમવામાં વ્યસ્ત છે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રાવલપિંડીમાં રમાઈ રહી છે. ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડના ચાર બેટ્સમેનોએ સદી ફટકારીને ખળભળાટ મચાવ્યો હતો. પાકિસ્તાનના બોલરોની તેમની જ જમીન પર ધોલાઈ કરીને ટેસ્ટ ક્રિકેટમાં એક જ દિવસમાં સ્કોરબોર્ડ પર 500 રન જોવા એ ખરેખર આશ્ચર્યજનક ક્ષણ હતી, પરંતુ આ દરમિયાન એક મહિલાએ પણ બધાનું ધ્યાન ખેંચ્યું, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાસ્તવમાં ઇંગ્લેન્ડની ઇનિંગ્સની 42મી ઓવરમાં જો રૂટ અને ઓલી પોપ બેટિંગ કરી રહ્યા હતા. મહેમાન ઈંગ્લેન્ડની બે વિકેટ પડી ગઈ હતી. આ દરમિયાન, સ્ટેડિયમની બહાર ટેરેસ પર સાડી પહેરેલી એક મહિલા ડાન્સ કરતી જોવા મળી હતી.આ મહિલા કોણ છે, તે શું કરે છે, તે અંગે હજુ સુધી કઈ જાણી શકાયું નથી, પરંતુ તે જે રીતે ડાન્સમાં મગ્ન હતી તે જોઈને કોમેન્ટેટર્સ પણ ખુશ થઈ ગયા હતા. કેમેરામેને પોતાનો કેમેરો આ મહિલા પર ફોકસ કરતાની સાથે જ કોમેન્ટેટર પણ બોલતો જોવા મળ્યો, 'વાહ! કેવું સુંદર દ્રશ્ય.
મહિલા જે રીતે ટેરેસ પર સાડી લહેરાવીને ડાન્સ કરી રહી હતી, તેની સોશિયલ મીડિયા ખૂબ ચાહના થઈ રહી છે. મહિલાના ડાન્સના ચોતરફ વખાણ થઈ રહ્યા છે. લોકો આ વિડીયોમાં અલગ-અલગ રીતે પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
ઈંગ્લેન્ડે તોડ્યો 112 વર્ષ જૂનો રેકોર્ડ
મેચની વાત કરીએ તો, બેન સ્ટોક્સની કેપ્ટનશીપવાળી ઈંગ્લેન્ડની ટીમે 112 વર્ષ જુનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. આ પહેલાં ટેસ્ટ મેચમાં એક દિવસમાં 494 રન ફટકાર્યા હતા. આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયન ટીમે વર્ષ 1910માં દક્ષિણ આફ્રિકા સામે બનાવ્યો હતો.
જ્યારે ઇંગ્લિશ ટીમે પ્રથમ દિવસે 75 ઓવરમાં 506 રન બનાવ્યા હતા. ઓપનર જેક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ અને હેરી બ્રુકે સદી ફટકારી હતી. પાકિસ્તાનના બોલરોએ પહેલા દિવસે જે રીતે બોલિંગ કરી, તેની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શોએબ અખ્તરે પોતાના બોલરોનો બચાવ કરતા પીચને જવાબદાર ગણાવી હતી.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર