Home /News /sport /

VIDEO: જ્યારે પોવેલિયન પાછો ફરતો હતો ત્યારે, દર્શક સાથે ઝગડી પડ્યો ડેવિડ વોર્નર

VIDEO: જ્યારે પોવેલિયન પાછો ફરતો હતો ત્યારે, દર્શક સાથે ઝગડી પડ્યો ડેવિડ વોર્નર

આ પહેલા આજ સીરિઝમાં વોર્નર અને દક્ષિણ આફ્રિકાની ટીમના વિકેટકિપર ક્વિંટન ડી કોક વચ્ચેના વિવાદે જોર પકડ્યું હતું...

આ પહેલા આજ સીરિઝમાં વોર્નર અને દક્ષિણ આફ્રિકાની ટીમના વિકેટકિપર ક્વિંટન ડી કોક વચ્ચેના વિવાદે જોર પકડ્યું હતું...

    ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ઉપ-કપ્તાન ડેવિડ વોર્નર એકવાર ફરી વિવાદમાં ફસાયો છે. અહીં ન્યુઝિલેન્ડ મેદાન પર દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમવામાં આવેલ ત્રીજી ટેસ્ટ મેચના બીજી દિવસે શુક્રવારે આઉટ થઈ જ્યારે તે પોવેલિયન પાછો ફરી રહ્યો હતો, ત્યારે તેને એક દર્શક સાથે બોલાચાલી થઈ ગઈ.

    વોર્નરે આ મેચમાં 14 બોલમાં 30 રનની પારી રમી હતી. તે રબાડાની બોલિંગમાં આુટ થઈ ગયો હતો. આઉટ થયા પહેલા તેણે રબાડાની બોલિંગના પહેલા ત્રણ બોલમાં, પહેલા ચોગ્ગો, પછી છગ્ગો અને પછી ચોગ્ગો ફટકાર્યો હતો.



    વેબસાઈટ ઈએસપીએનક્રિકઈન્ફોના રિપોર્ટ અનુસાર, વોર્નર જ્યારે આઉટ થઈ જઈ રહ્યો હતો, ત્યારે દર્શકે તેની તરફ આંગળી કરી કઈંક બોલ્યો, જેનાથી વોર્નર નારાજ થયો અને બંને વચ્ચે બોલાચાલી વધી ગઈ અને પછી સુરક્ષા ગાર્ડે વચ્ચે પડી વોર્નરને લઈ ગયા.

    આ ગટના બાદ ઓસ્ટ્રેલિયા ટીમના સુરક્ષા મેનેજર પ્રેંક દિમાસી નીચે આવ્યા અને સુરક્ષા ગાર્ડ અને દર્સક સાથે વાતચીત કરી. આ પહેલા આજ સીરિઝમાં વોર્નર અને દક્ષિણ આફ્રિકાની ટીમના વિકેટકિપર ક્વિંટન ડી કોક વચ્ચેના વિવાદે જોર પકડ્યું હતું.
    Published by:kiran mehta
    First published:

    Tags: Australia vs south africa, David warner, During, Test, Watch, ક્રિકેટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन