શું ICC ભારત-પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ સીરીઝ આયોજીત કરશે?

News18 Gujarati
Updated: March 18, 2020, 8:42 AM IST
શું ICC ભારત-પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ સીરીઝ આયોજીત કરશે?
શું ક્રિકેટપ્રેમીઓને ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ સીરીઝ જોવાનો મોકો મળશે?

શું ક્રિકેટપ્રેમીઓને ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ સીરીઝ જોવાનો મોકો મળશે?

  • Share this:
કરાચી : પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બૉલર વકાર યૂનિસ (Waqar Younis)નું કહેવું છે કે ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan)ની વચ્ચેની મેચ વગર આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ICC World Test Championship) નકામી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 9 ટૉપ રેન્કિંગવાળી ટેસ્ટ ટીમો છે, જે પોતાના પસંદ કરેલી વિરોધી ટીમોની વિરુદ્ધ દ્વિપક્ષીય શ્રેણીઓ રમશે. અંતમાં ટૉપ 2 ટીમો જૂન 2021માં ઈંગ્લેન્ડ (England)માં ફાઇનલ રમશે. વકારે એક યૂટ્યૂબ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, પાકિસ્તાન અને ભારત માટે સરકારના સ્તરે પણ સ્થિતિ મુશ્કેલ છે પરંતુ આઈસીસી (ICC) આ મેચ માટે વધુ સક્રિય ભૂમિકા નિભાવી શકે છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ સીરીઝ રમાશે?

વકાર યૂનિસે વધુમાં કહ્યું કે, આઈસીસીને દરમિયાનગીરી કરીને કંઈ કરવું જોઈએ કારણ કે પાકિસ્તાનની વચ્ચે મુકાબલા સિવાય ટેસ્ટ ચેમ્પિયનશિપનો કોઈ અર્થ નથી. મુંબઈમાં 2008ના આતંકવાદી હુમલા બાદથી ભારતે પાકિસ્તાનનો પ્રવાસ નથી કર્યો. બંને દેશોની વચ્ચે રાજકીય તણાવના કારણે કોઈ દ્વિપક્ષીય શ્રેણી પણ નથી રમાઈ. વકારે કહ્યું કે બંને દેશોના તણાવપૂર્ણ સંબંધોના કારણે તે 14 વર્ષથી આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ભારતની વિરુદ્ધ ચાર જ ટેસ્ટ રમી શકે. આમ તો ભારત અને પાકિસ્તાનની વચ્ચે કોઈ સીરીઝ નથી થઈ શકી પરંતુ બંને દેશ આઈસીસી ઇવેન્ટ્સમાં જરૂર ટકરાઈ શકે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ પણ આઈસીસી ટૂર્નામેન્ટ જ છે. એવામાં વકારનો સવાલ પણ યોગ્ય લાગી રહ્યો છે.

વકારે કહ્યું, ભારતની બોલિંગ મજબૂત

વકાર યૂનિસે ભારતના હાલના ફાસ્ટ બૉલરોના વખાણ કરતાં કહ્યું કે, પહેલા એવું નહોતું પર્રતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. ભારતની પાસે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા જેવા જેવા સારા બોલરો છે અને આ જ કારણ છે કે ભારત ટેસ્ટ અને અન્ય ફોર્મેટોમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે.

આ પણ વાંચો, ટીમ ઈન્ડિયાના આ 4 સ્ટાર ખેલાડી ટૂંક સમયમાં લેશે સંન્યાસ!વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં નંબર-1 ભારત

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વાત કરીએ તો ભારત 360 પૉઇન્ટની સાથે નંબર 1 સ્થાને છે. તેણે 9માંથી 7 ટેસ્ટ મેચ જીતી છે અને 2માં તેને હાર મળી છે. આ બંને હાર તેને હાલમાં જ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર મળી. બીજી તરફ ઑસ્ટ્રેલિયન ટીમ 10માંથી 7 ટેસ્ટ મેચ જીતીને બીજા નંબરે છે, તેના 296 પૉઇન્ટ છે. 180 પૉઇન્ટની સાથે ત્રીજા નંબરે ન્યૂઝીલેન્ડ, 146 પૉઇન્ટની સાથે ચોથા નંબરે ઈંગ્લેન્ડ અને 140 પૉઇન્ટ મેળવીને પાંચમા સ્થાને પાકિસ્તાનની ટીમ છે. શ્રીલંકાના 80 અને દક્ષિણ આફ્રિકાના માત્ર 24 પૉઇન્ટ છે. બીજી તરફ, વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ હજુ પોતાનું ખાતું ખોલવી શક્યા નથી.

આ પણ વાંચો, ઈરફાન પઠાણના દીકરાની ઊંચાઈ માપી રહ્યો હતો સચિન તેંડુલકર, અચાનક પડ્યો જોરદાર મુક્કો
First published: March 18, 2020, 8:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading