બધુ જ છોડી 'બાબા' બની ગયો ભારતનો આ મહાન બેટ્સમેન!

News18 Gujarati
Updated: August 5, 2018, 11:49 AM IST
બધુ જ છોડી 'બાબા' બની ગયો ભારતનો આ મહાન બેટ્સમેન!
આશિર્વાદ આપવાની મુદ્દામાં બેઠેલા સહેવાગે ટ્વિટર પર લખ્યું, ગુરૂ કરજો જાણીને, પાણી પીજો ગાળીને. જય ભોલે ! જય શ્રી રામ ! જય બજરંગ બલી !

આશિર્વાદ આપવાની મુદ્દામાં બેઠેલા સહેવાગે ટ્વિટર પર લખ્યું, ગુરૂ કરજો જાણીને, પાણી પીજો ગાળીને. જય ભોલે ! જય શ્રી રામ ! જય બજરંગ બલી !

  • Share this:
ભારતનો પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ હંમેશા સમાચારોમાં ચર્ચામાં રહે છે. હાલમાં તે સાર્વજનિક જીવનનો ત્યાગ કરી સંત બની ગયો છે. ચોંકશો નહીં તેણે હમણાં જ ટ્વીટર પર અને ઈંસ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે બાબા બનેલો જોવા મળી રહ્યો છે.

સાચુ કહેવામાં આવે તો, સોશિયલ મીડિયા પર સક્રિય રહેવાના કારણે તમામ લોકો તેને કિંગ્સ કહે છે. આ ફોટામાં વિરેન્દ્ર સહેવાગ ચશ્મા અને ગળામાં રૂદ્રાક્ષની માળા પહેરેલો જાવા મળી રહ્યો છે.

આશિર્વાદ આપવાની મુદ્દામાં બેઠેલા સહેવાગે ટ્વિટર પર લખ્યું, ગુરૂ કરજો જાણીને, પાણી પીજો ગાળીને. જય ભોલે ! જય શ્રી રામ ! જય બજરંગ બલી !
જ્યારે ઈંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરમાં ટીમ ઈન્ડીયાને આશિર્વાદ આપતા સહેવાગે લખ્યું કે, અર્જી અમારી, મર્જી તમારી! મારો આશિર્વાદ હંમેશા છે ટીમ ઈન્ડીયાની સાથે, જય ભોલે.Arzi hamaari , Marzi aapki ! Mera aashirvad sada hai Team India ke saath #jaibhole

A post shared by Virender Sehwag (@virendersehwag) on

ટ્વીટર પર શેર કરવામાં આવેલી તસવીરોને 7 હજારથી પણ વધારે વખત રિટ્વીટ કરવામાં આવી અને 61 હજારથી પણ વધારે લાઈક્સ મળી ચુકી છે. જ્યારે ઈંસ્ટાગ્રામ પર આને 4.88 લાખથી વધારે લાઈક્સ મળી ચુક્યા છે.
First published: August 5, 2018, 11:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading