હાર્દિક પંડ્યાની સગાઈથી વિરાટ કોહલી ચોંકી ગયો, કરી દીધી આવી કોમેન્ટ

News18 Gujarati
Updated: January 2, 2020, 12:22 PM IST
હાર્દિક પંડ્યાની સગાઈથી વિરાટ કોહલી ચોંકી ગયો, કરી દીધી આવી કોમેન્ટ
હાર્દિક પંડ્યાએ બૉલિવૂડ એક્ટ્રેસ નતાશા સાથે સગાઈ કરવાના પ્લાનિંગની વિરાટ કોહલીને ગંધ આવવા દીધી નહોતી

હાર્દિક પંડ્યાએ બૉલિવૂડ એક્ટ્રેસ નતાશા સાથે સગાઈ કરવાના પ્લાનિંગની વિરાટ કોહલીને ગંધ આવવા દીધી નહોતી

  • Share this:
મુંબઈ : ટીમ ઈન્ડિયાના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ વર્ષ 2020ના પહેલા દિવસે જ સમગ્ર દુનિયાને ચોંકાવી દીધું. હાર્દિક પંડ્યાએ બુધવારે સર્બિયાની મૉડલ અને અભિનેત્રી નતાશા સ્ટાનકોવિચ (Natasha Stankovic) સાથે સગાઈ કરી લીધી. હાર્દિક પંડ્યાએ પોતાના સોશિયલ મીડિયા (Social Media) એકાઉન્ટર પર તસવીરો પોસ્ટ કરી તેની જાણકારી આપી. હાર્દિક પંડ્યાની સગાઈએ માત્ર તેના પ્રશંસકો જ નહીં પરંતુ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ને પણ ચોંકાવી દીધો. પંડ્યાની સગાઈ બાદ વિરાટ કોહલીની કોમેન્ટને જોતાં તો કંઈક આવું જ લાગી રહ્યું છે.

હાર્દિકની સગાઈથી વિરાટ આશ્ચર્યમાં!

વિરાટ કોહલીએ ગુરુવારે હાર્દિક પંડ્યા અને નતાશા (Hardik Pandya Engaged Natasha Stankovic)ની તસવીરો પર કોમેન્ટ કરતાં લખ્યું, 'મુબારક હો હાર્દિક. કેટલું ખૂબસૂરત સરપ્રાઇઝ છે. તારો આગામી સમય શાનદાર રહે.' વિરાટની કોમેન્ટથી સ્પષ્ટ થાય છે કે હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયાના કોઈ ખેલાડીને પોતાની સગાઈની ગંધ આવવા દીધી નહોતી.નોંધનીય છે કે, હાર્દિક પંડ્યાએ વર્ષ 2020ના પહેલા દિવસે સવારમાં ઇન્સ્ટાગ્રામ પર મૉડલ નતાશાની સાથે રિલેશનશિપની જાહેરાત કરી. આ સમાચાર આગની જેમ ફેલાઈ રહ્યા હતા ત્યારે જ સાંજે હાર્દિક પંડ્યાએ સાંજે નતાશા સાથે સગાઈ કરી લીધી. પોતાના ભાઈ કૃણાલ અને બીજા નિકટના સાથીઓની હાજરીમાં હાર્દિકે મધદરિયે એક બોટ પર નતાશાને પ્રપોઝ કર્યું. પંડ્યાએ નતાશાને અંગૂઠી પહેરાવી.

કોણ છે નતાશા?નોંધનીય છે કે, 27 વર્ષીય નતાશા બૉલિવુડ એક્ટ્રેસ અને ડાન્સર છે. નતાશા સર્બિયાના પોજેરવેકની રહેવાસી છે પરંતુ હાલમાં તેનું ઘર મુંબઈ છે. નતાશા વર્ષ 2013માં રિલીઝ થયેલી સત્યાગ્રહ ફિલ્મના અયોજી ગીતમાં સૌથી પહેલા જોવા મળી હતી. આ ઉપરાંત તેણે એક્શન જેક્શન, ફુકરે રિટર્ન્સમાં કામ કર્યું છે. તે બિગ બૉસ-8માં પણ હતી અને નચ બલિએની સીઝન-9માં પણ જોવા મળી હતી. નતાશાએ રૅપર બાદશાહના ડીજેવાલે બાબૂ ગીતમાં પણ કામ કર્યું હતું.

આ પણ જુઓ, મધદરિયે ફિલ્મી અંદાજમાં હાર્દિક પંડ્યાએ એક્ટ્રેસ સાથે કરી સગાઈ, પાર્ટીના Photos સામે આવ્યા
First published: January 2, 2020
વધુ વાંચો
अगली ख़बर