દીકરી વામિકા અને પત્ની અનુષ્કાની સાથે અમદાવાદ એરપોર્ટ પર સ્પોટ થયો વિરાટ કોહલી, જુઓ PICS

વિરાટ કોહલી 11 જાન્યુઆરીએ પિતા બન્યો. વિરાટ-અનુષ્કાએ પોતાની દીકરીનું નામ વામિકા પાડ્યું છે. (Anushka Sharma/Instaram)

અમદાવાદ એરપોર્ટથી વિરાટ કોહલીની સાથોસાથ અનુષ્કા શર્મા અને દીકરી વામિકાની તસવીર પણ વાયરલ થઈ રહી છે

 • Share this:
  અમદાવાદ. ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડની વિરુદ્ધ ત્રણ વનડે મેચોની સીરીઝ (India vs England) માટે પુણે પહોંચી ગઈ છે. જેની પહેલી મેચ મંગળવારે (23 માર્ચ) રમાશે. અમદાવાદ બાદ અનુષ્કા શર્મા (Anushka Sharma) અને દીકરી વામિકા (Vamika) વિરાટ કોહલીની સાથે આગામી વેન્યૂ એટલે કે પુણે પહોંચી ગયા છે. સોશિયલ મીડિયા પર અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport)થી વિરાટ કોહલી (Virat Kohli)ની સાથોસાથ અનુષ્કા શર્મા અને વામિકાની તસવીર પણ વાયરલ થઈ રહી છે. વિરાટ અને અનુષ્કા હજુ સુધી પોતાની દીકરીનો ચહેરો મીડિયા સામે રજૂ નથી કર્યો. એવામાં પ્રશંસકો વામિકાને જોવા માટે વધુ ઉત્સુક થઈ ગયા છે.

  વિરાટ અને ટીમ ઈન્ડિયા 21 માર્ચ (રવિવાર) બપોરે પુણે માટે અમદાવાદથી રવાના થયા હતા. આ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર કોહલીની સાથે અનુષ્કા અને વામિકા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરોમાં તમે જોઈ શકો છો કે વામિકાને અનુષ્કાએ તેડી છે. બીજી તરફ, વિરાટ કોહલી સામાન લઈને ચાલી રહ્યો છે. ઈંગ્લેન્ડના ભારત પ્રવાસની આ અંતિમ સીરીઝ હશે. ચેન્નઈ અને અમદાવાદમાં રમાયેલી ચાર ટેસ્ટ મેચોની સીરીઝ 3-1થી પોતાના નામે કર્યા બાદ ભારતે શનિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચ મેચોની ટી20 સીરીઝ 3-2થી જીતી લીધી.


  આ પણ જુઓ, VIRAL PHOTO: ચોરી કરવાનો પ્લાન વળ્યો ઊંધો, લપસી જતાં ચોરનું માથું રેલિંગમાં ફસાયું

  કેપ્ટન કોહલીની આગેવાનીવાળી ભારતીય ટીમ સાંજે 4:45 વાગ્યે અમદાવાદથી ચાર્ટર્ડ પ્લેનથી પુણે પહોંચી. ત્રણ વનડે મેચ દર્શકોની ગેરહાજરીમાં 23, 26 અને 28 માર્ચે એમસીએ સ્ટેડિયમમાં રમાશે. કોહલી ઉપરાંત ભારતીય ટીમમાં રોહિત શર્મા, શિખર ધવન, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, પંત અને ભુવનેશ્વર કુમાર સામેલ છે.

  આ પણ વાંચો, PANને આધાર સાથે કરી લો લિંક નહીં તો આપવો પડશે 10 હજાર રૂપિયાનો દંડ, જાણો સમગ્ર પ્રોસેસ

  નોંધનીય છે કે, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ તમામ ખેલાડીઓને પૂરી સીરીઝ દરમિયાન પોતાના પરિવારને સાથે રાખવાની મંજૂરી આપેલી છે. અનુષ્કા શર્માએ ટેસ્ટ સીરીઝ દરમિયાન અમદાવાદમાં વિરાટ કોહલીને જોઇન કર્યું હતું. ત્યારથી અમદાવાદમાં ગત મહિને બે ટેસ્ટ અને પાંચ ટી20 રમાઇ ચૂકી છે. જોકે, અનુષ્કા અને વામિકા ટીમ ઈન્ડિયાને ચીયર કરવા માટે સ્ટેડિયમમાં ક્યારેય આવ્યા નથી. ઈંગ્લેન્ડની વિરુદ્ધ વનડે સીરીઝ ઓયન મોર્ગનની કેપ્ટન્સીવાળી ટીમની સામે ભારતીય ટીમનો પડકાર રહેશે.
  Published by:Mrunal Bhojak
  First published: