કોહલીએ ફટકારી 26મી ટેસ્ટ સદી, સ્મિથ-સોબર્સની બરાબરી કરી, અનેક રેકોર્ડ ધ્વસ્ત

News18 Gujarati
Updated: October 11, 2019, 12:17 PM IST
કોહલીએ ફટકારી 26મી ટેસ્ટ સદી, સ્મિથ-સોબર્સની બરાબરી કરી, અનેક રેકોર્ડ ધ્વસ્ત
વિરાટ કોહલી કેપ્ટન તરીકે પોતાની 50મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. (AP)

સ્ટીવ સ્મિથ અને ગેરી સોબર્સની વિરાટ કોહલીએ આવી રીતે કરી બરોબરી, કોના રેકોર્ડ તોડ્યા?

  • Share this:
પુણે : ટીમ ઈન્ડિયા (Team India)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ દક્ષિણ આફ્રિકા (South Africa)ની વિરુદ્ધ પુણે (Pune)માં રમાઈ રહેલી ત્રણ મેચોની સીરીઝની બીજી મેચમાં સ્ફોટક સદી ફટકારી છે. આ તેની ટેસ્ટ કારર્કિદીની 26મી સદી છે. તેણે 173મા બોલે સદી પૂરી કરી. વિરાટે દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર વર્નોન ફિલેન્ડરના બોલ પર સુંદર સ્ટ્રેટ ડ્રાઈવ દ્વારા 26મી સદી પૂરી કરી. વિરાટ કોહલી તેની સાથે જ ટેસ્ટમાં 26 સદી કરનારો દુનિયાનો કુલ 21મો અને ભારતનો ચોથો ખેલાડી બની ગયો છે. તેના પહેલા સચિન તેંડુલકર (Sachin Tendulkar), રાહુલ દ્રવિડ (Rahul Dravid) અને સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar) આ કારનામું કરી ચૂક્યા છે. જોકે, ભારતીય કેપ્ટને આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરવા માટે માત્ર 81 ટેસ્ટ જ રમી છે.

આ વર્ષની પહેલી ટેસ્ટ સદી, રિકી પોન્ટિંગની બરાબર પહોંચ્યો

વિરાટ કોહલીની આ વર્ષની આ પહેલી ટેસ્ટ સદી છે. આ ઉપરાંત છેલ્લી 10 ટેસ્ટ ઈનિંગમાં પણ તેની આ પહેલી જ સદી છે. આટલું જ નહીં, વિરાટ કોહલી કેપ્ટન તરીકે 19 ટેસ્ટ સદી કરીને આ મામલે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ રિકી પોન્ટિંગની બરોબર પહોંચી ગયો છે. પોન્ટિંગે પણ કેપ્ટન તરીકે 19 સદી કરી હતી. આ મામલામાં દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રેમ સ્મિથ ટૉપ પર છે. તેણે કેપ્ટન તરીકે 25 ટેસ્ટ સદી કરી છે. ત્યારબાદ પોન્ટિંગ અને કોહલી બીજા નંબરે છે. પછી એલન બોર્ડર, સ્ટીવ વૉ અને સ્ટીવ સ્મિથનો નંબર આવે છે. આ ત્રણેય કેપ્ટન તરીકે 15-15 ટેસ્ટ સદી ફટકારી ચૂક્યા છે.

સૌથી ઓછી ઇનિંગ રમી કોણે ફટકારી 26 ટેસ્ટ સદી?

જ્યાં સુધી 26 ટેસ્ટ સદી ફટકારવા માટે સૌથી ઓછી ઇનિંગ રમવાની વાત છે તો તેમાં ઓસ્ટ્રેલિયાના ડોન બ્રડમેનની કોઈ પાસે પહોંચી નથી શક્યું. તેઓએ માત્ર 69 ઇનિંગમાં જ 26 સદી ફટકારી હતી, જ્યારે તેમની બાદ સ્ટીવ સ્મિથનો નંબર આવે છે, તેણે તેના માટે 121 ઇનિંગ રમી. સચિન તેંડુલકરે 136, વિરાટ કોહલીએ 138, સુનીલ ગાવસ્કરે 144 અને મેથ્યૂ હેડને 145 ઇનિંગમાં 26 સદી કરી. આ પ્રકારે આ મામલામાં વિરાટ કોહલીનો નંબર ચોથો છે.

સ્ટીવ સ્મિથ અને ગેરી સોબર્સની કોહલીએ આવી રીતે કરી બરોબરીપુણેમાં ટેસ્ટ સદી કરી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ગેરી સોબર્સ અને ઓસ્ટ્રેલિયાના સ્ટિવ સ્મિથની બરોબરી પર પહોંચી ગયો છે. સોબર્સ અને સ્મિતના નામે ટેસ્ટ ક્રિકેટમાં 26-26 સદી નોંધાયેલી છે. સ્મિથે માત્ર 68 ટેસ્ટમાં 26 સદી કરી છે.

સચિન સૌથી આગળ

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી કરવાના મામલે ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર સૌથી આગળ છે. તેણે આ ફોર્મેટમાં 51 સદી ફટકારી છે. બીજા નંબરે જેક્સ કાલિસ (45) અને ત્રીજા સ્થાને રિકી પોન્ટિંગ (41) છે. કુમાર સંગાકારાએ 38, રાહુલ દ્રવિડે 36, યૂનિસ ખાન, સુનીલ ગાવસ્કર, બ્રાયન લારા, મહેલા જયવર્ધને 34-34, એલિસ્ટર કુકે 33, સ્ટીવ વૉએ 32, મેથ્યૂ હેડન, શિવનારાયણ ચંદ્રપૉલે 30-30, ડોન બ્રેડમેને 29, માઇકલ ક્લાર્ક, હાશિમ અમલાએ 28-28 અને ગ્રેમ સ્મિથ તથા એલન બોર્ડરે 27-27 સદી કરી છે.

વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દી

પુણે ટેસ્ટ પહેલા વિરાટ કોહલીએ 80 ટેસ્ટ મેચ રમીને 6800 રન કર્યા છે. તેનો સૌથી વધુ સ્કોર 243 રન છે, જ્યારે તેણે 53.12ની સરેરાશ અને 57.12ના સ્ટ્રાઇક રેટથી રન કર્યા છે. તેણે 22 અડધીસદી પણ કરી છે.

આ પણ વાંચો,

હાર્દિક પંડ્યા : એક સમયે Maggi ખાઈ પેટ ભરતો હતો, આજે જીવે છે Luxury Life
નીતા અંબાણીએ વિશ્વના સ્પોર્ટ્સ નેતાઓને ભારત આવવા આહવાન કર્યું
First published: October 11, 2019, 12:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading