એક ફેનને ભારત છોડવાના માટે કહેનાર ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના નિવેદનના કારણે તે બેકફૂટ ઉપર આવી ગયા છે. સોશિયલ મીડિયા ઉપર સતત વિરોધ થઇ રહ્યો છે. જેના પગલે વિરાટ કહોલીએ ટ્વિટર ઉપર પોતાના નિવેદન ઉપર સફાઇ આપવી પડી હતી.
વિરાટ કહોલીએ પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, મને લાગે છે કે ટ્રોલિંગ કરવું મારા માટે નથી દોસ્ત, હું પોતે ટ્રોલ થવાથી જ સંતુષ્ટ છું. મેં એ વ્યક્તિના નિવેદનમાં એ ભારતીયો ઉપર જવાબ આપવા માટે કોશિશ કરી હતી. 'હું પણ પસંદની આઝાદીના પક્ષમાં છું. દોસ્તો તહેવારોનો આનંદ લો અને શાંત રહો.. બધાને પ્રેમ..'
ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી કહેવા માંગે છે કે, જેવી રીતે આ ભારતીયો શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમને ખોટો અને અપમાનજનક લાગ્યો છે. એટલા તેમણે એ ફેન્સને આ રીતનો જવાબ આપ્યો. ઉલ્લેખનીય છે કે પોતાના જન્મદિવસના અવસર ઉપર વિરાટ કહોલીએ પોતાની એપ લોન્ચ કરી હતી. જેના ઉપર એક કોમેન્ટ આવી હતી. જેના જવાબમાં જે ભારતીઓને બીજા દેશોના ખેલાડીઓ પસંદ છે તેમને દેશ છોડવો જોઇએ. ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર વિરાટ કોહલી ટ્રોલ થવાની સાથે સાથે તેમના રાષ્ટ્રપ્રેમ ઉપર પણ પ્રશ્નો ઉભા થયા હતા.
વિરાટ કોહલીના આ નિવેદનથી બીસીસીઆઈ પણ ખુશ નથી. સમાચાર પ્રમાણે બીસીસીઆઈએ વિરાટ કહોલીનું નિવેદન બિનજવાબદાર છે. પીટીઆઈમાં છપાયેલા સમાચાર પ્રમાણે બીસીસીઆઈના અધિકારી પ્રમાણે આ ખુબ જ બીનજવાબદાર નિવેદન હતું. તેમને સતર્ક રહેવાની જરૂર છે. તેમને એ સમજવું જોઇએ કે ભારતીય પ્રશંસકોના કારણે જ કમાણી કરી રહ્યા છીએ.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર