નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020 (IPL 2020) માટે રૉયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ની ટીમે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. દુબઈમાં વિરાટ કોહલી (Virat Kohli) એન્ડ કંપનીએ જોરદાર પ્રેક્ટિસ કરી. ખુદ કેપ્ટન કોહલીએ બેટિંગ પ્રેક્ટિસ કરીને પરસેવો પાડ્યો. પ્રેક્ટિસ કરતી વખતે વિરાટ કોહલીએ ચોંકાવનારી વાત કહી છે. વિરાટ કોહલીએ કહ્યું કે, જ્યારે તે બેટ પકડીને નેટ્સ પર ઉતર્યો તો તેને ડર લાગી રહ્યો હતો. ખુદ વિરાટ કોહલીએ પોતાના ડરનું કારણ જણાવ્યું.
કોહલી કેમ ડરી રહ્યો હતો?
વિરાટ કોહલી (Virat Kohli)ની સામે સારા-સારા બોલર બોલિંગ કરતાં ગભરાતા હોય છે પરંતુ જ્યારે દુબઈમાં પહેલીવાર વિરાટ કોહલી નેટ સેશન માટે ઉતર્યો તો તે ખૂબ જ ડરી ગયો હતો. રૉયલ ચેલેન્જર્સ બેંગલોર ફ્રેન્ચાઇઝીની વેબસાઇટ મુજબ, કોહલીએ કહ્યું કે, ઈમાનદારીથી કહું તો તે આશા કરતાં વધુ સારું રહ્યું. હું થોડી ડરેલો હતો. મેં પાંચ મહિનાથી બેટ નહોતું પકડ્યું, પરંતુ હા, જેવું મેં વિચાર્યું હતું, તે તેનાથી સારું રહ્યું.
ગયા વર્ષે આઈપીએલમાં ટીમ માટે સૌથી વધુ રન કરનારા 31 વર્ષીય વિરાટ કોહલીએ કહ્યું, લૉકડાઉનમાં ફિટ રહેવાથી તેમને નેટ સેશન દરમિયાન સારું પ્રદર્શન કરવામાં મદદ મળી, જ્યારે તેઓ લાંબા બ્રેક બાદ ટ્રેનિંગ કરી રહ્યા હતા. વિરાટ કોહલીએ કહ્યું કે, લૉકડાઉન દરમિયાન મેં ઘણી ટ્રેનિંગ કરી, તેથી હું ઘણું ફિટ અનુભવી રહ્યો છું અને તેનાથી મને મદદ મળે છે.
નોંધનીય છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ કોરોના વાયરસના કારણે ઠપ થયેલી ગતિવિધિઓ બાદ પાંચ મહિના બાદ ટ્રેનિંગ ચાલુ કરી છે. નેટ સત્રમાં દક્ષિણ આફ્રિકાના મહાન ફાસ્ટ બોલર ડેલ સ્ટેન અને ટીમ નિદેશક માઇસ હેસન પણ સામેલ થયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર