મેચ પહેલા કોહલી એન્ડ કંપનીએ સિરાઝના ઘરે બિરિયાનીની માણી મજા, જુઓ VIDEO

News18 Gujarati
Updated: May 7, 2018, 4:37 PM IST
મેચ પહેલા કોહલી એન્ડ કંપનીએ સિરાઝના ઘરે બિરિયાનીની માણી મજા, જુઓ VIDEO
આ મેચ પહેલા વિરાટ એન્ડ કંપનીએ પોતાના સાથી ખેલાડીના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેણમે બિરયાનીની મજા માણી હતી. દરકે જાણે છે કે હૈદરાબાદ પોતાની સ્વાદીસ્ટ બિરિયાની માટે જાણીતું છે.

આ મેચ પહેલા વિરાટ એન્ડ કંપનીએ પોતાના સાથી ખેલાડીના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેણમે બિરયાનીની મજા માણી હતી. દરકે જાણે છે કે હૈદરાબાદ પોતાની સ્વાદીસ્ટ બિરિયાની માટે જાણીતું છે.

  • Share this:
આઈપીએલ સિઝન 11ના 39મી મેચમાં વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમનો સામનો પોઇન્ટ ટેબલમાં ટોપ ઉપર ચાલી રહેલી સનરાઇઝર્સ હૈદરાબાદની સાથે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશન ક્રિકેટ સ્ટેડિયમમાં થશે. આ મેચ પહેલા વિરાટ એન્ડ કંપનીએ પોતાના સાથી ખેલાડીના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેણમે બિરયાનીની મજા માણી હતી. દરકે જાણે છે કે હૈદરાબાદ પોતાની સ્વાદીસ્ટ બિરિયાની માટે જાણીતું છે.

કેપ્ટન કોહલી લવર્સ તરફથી ઇસ્ટાગ્રામ ઉપર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં વિરાટ કોહલી અન્ય ખેલાડીઓની સાથે આરસીબીના યુવા અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાઝના ઘરે બિરિયાનીની લિજ્જત માણી રહ્યા છે. આ દરેક ખેલાડીઓ ડિનરના સમયે સિરાઝના ઘરે પહોંચ્યા હતા. જ્યાં આશરે બે કલાક સુધી રોકાયા હતા.
@virat.kohli at Mohammed Siraj 's Home . #ViratKohli

A post shared by Virat Kohli 2.0 🔵 (@_captain_kohli_lovers) on


આ વીડિયોમાં આ બધા સાફ નજરે પડે છે કે ઘરમાં જમીન ઉપર જ ગાદલા ઉપર બેસીને બિરિયાની ખાઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મોહમ્મદ સિરાઝને એક કરોડમાં પોતાની સાથે રાખ્યો હતો. તેમના પિતા હૈદરાબાદમાં જ ઓટો રિક્ષા ચલાવે છે. જોકે, સિરાઝ આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદ ફ્રેન્ચાઇઝીની સાથે હતા. અત્યારે આરસીબી ટીમની આઇપીએલમાં સ્થિતિ સારી નથી. આરસીબીએ અત્યાર સુધી નવ મેચ મરી છે જેમાંથી માત્ર ત્રણ મેચ જ જીતી છે. આરસીબી પોઇન્ટ ટેબલ ઉપર છઠ્ઠા નંબર ઉપર છે.
First published: May 7, 2018, 4:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading