Home /News /sport /Breaking: વિરાટ કોહલી T20 World Cup 2021 બાદ ભારતીય T-20ની કેપ્ટનશીપ છોડી દેશે
Breaking: વિરાટ કોહલી T20 World Cup 2021 બાદ ભારતીય T-20ની કેપ્ટનશીપ છોડી દેશે
વિરાટ કોહલી
વિરાટ કોહલીએ ટી 20 વર્લ્ડકપ પહેલા એક મોટો નિર્ણય લીધો છે. ભારતીય કેપ્ટને જાહેરાત કરી છે કે, ઓક્ટોબરથી યોજાનાર ટી 20 વર્લ્ડકપ બાદ તે ભારતીય ટી 20 ટીમની કેપ્ટનશીપ છોડી દેશે
નવી દિલ્હી : વિરાટ કોહલીએ ટી 20 વર્લ્ડકપ પહેલા એક મોટો નિર્ણય લીધો છે. ભારતીય કેપ્ટને જાહેરાત કરી છે કે, ઓક્ટોબરથી યોજાનાર ટી 20 વર્લ્ડકપ બાદ તે ભારતીય ટી 20 ટીમની કેપ્ટનશીપ છોડી દેશે. પરંતુ તે બેટ્સમેન તરીકે ટીમ સાથે જોડાયેલા રહેશે. વિરાટ કોહલીએ ટી 20 ટીમની કેપ્ટનશીપ છોડ્યા બાદ સવાલ એ છે કે તેમના પછી ટીમની કમાન કોણ સંભાળશે? આ રેસમાં મોખરે રોહિત શર્મા છે, જેમનો ટી 20 કેપ્ટન તરીકે ખૂબ જ સારો રેકોર્ડ છે.
વિરાટ કોહલીએ ટ્વીટમાં લખ્યું, 'હું લાંબા સમયથી આ નિર્ણય પર પહોંચ્યો છું. મેં મારી નજીકના લોકો સાથે ઘણી ચર્ચા કરી. મેં રવિ શાસ્ત્રી, રોહિત શર્મા સાથે વાત કર્યા બાદ જ આ નિર્ણય લીધો જે ટીમના મહત્વના સભ્યો છે. મેં નક્કી કર્યું છે કે ટી 20 વર્લ્ડ કપ બાદ હું ટી 20 ટીમની કેપ્ટનશીપ છોડી દઈશ. મેં આ અંગે BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ, તમામ પસંદગીકારો સાથે પણ ચર્ચા કરી છે. હું ભારતીય ટીમની સેવા કરવાનું ચાલુ રાખીશ.
વિરાટ કોહલીએ પોતાના ટ્વીટમાં કેપ્ટનશીપ છોડવાનું કારણ પણ આપ્યું હતું. વિરાટ કોહલીએ કહ્યું કે, તેની પાસે કામનો ઘણો બોજ છે અને છેલ્લા 8-9 વર્ષથી ત્રણેય ફોર્મેટ રમી રહ્યો છે. આ સાથે, તે 5-6 વર્ષ માટે ત્રણેય ફોર્મેટ પણ સંભાળી રહ્યો છે. વિરાટ કોહલીએ આગળ લખ્યું કે, તે ઈચ્છે છે કે તે ભારતની ટેસ્ટ અને વનડે ટીમની કેપ્ટનશિપ ચાલુ રાખવા માટે પોતાને એક ફોર્મેટના બોજમાંથી મુક્ત કરે. વળી, વિરાટ કોહલીએ સ્પષ્ટ કર્યું કે, તે બેટ્સમેન તરીકે ટી 20 ટીમની સેવા ચાલુ રાખશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર