Ind vs Eng: ટીમ ઈન્ડિયાની જીત બાદ વિરાટ કોહલીનું મોટું નિવેદન, કહ્યુ- IPL 2021માં પણ કરશે ઓપનિંગ

વિરાટ કોહલીએ કહ્યું, હું રોહિત શર્માની સાથે ઓપનિંગ પાર્ટનરશિપ કરવા માંગીશ અને આ જ લયને વર્લ્ડ કપ સુધી ચાલુ રાખવાનો પ્રયાસ કરીશ

વિરાટ કોહલીએ કહ્યું, હું રોહિત શર્માની સાથે ઓપનિંગ પાર્ટનરશિપ કરવા માંગીશ અને આ જ લયને વર્લ્ડ કપ સુધી ચાલુ રાખવાનો પ્રયાસ કરીશ

  • Share this:
    નવી દિલ્હી. ઈંગ્લેન્ડની વિરુદ્ધ પાંચમી અને નિર્ણાયક ટી20 મેચ (India Vs England)માં ઓપનર તરીકે આવીને ટીમ ઈન્ડિયા (Team India)ને જીત અપાવનાર કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ પોતાના બેટિંગ ક્રમને લઈ મોટું નિવેદન આપ્યું છે. પાંચમી મેચથી પહેલા કોહલીએ ટી20 ફોર્મેટની 83 ઇનિંગમાં માત્ર 7 વાર જ ઓપનિંગ કર્યું હતું. પરંતુ જ્યારે લાંબા સમય બાદ તે રોહિત શર્માની સાથે ઓપનિંગ કરવા ઉતર્યો તો તેણે કોહરામ મચાવી દીધો. ભારતીય કેપ્ટને 52 બોલમાં અણનમ 80 રન કરીને ઈંગ્લેન્ડને 225 રનનો પડકાર આપ્યો હતો. જેના જવાબમાં મહેમાન ટીમ નિર્ધારિત ઓવરમાં માત્ર 188 રન જ કરી શકી અને ભારતે 36 રનથી પાંચમી મેચ જીતવાની સાથે જ સીરીઝ ઉપર પણ કબજો કરી દીધો. કોહલી ટી20 વર્લ્ડ કપની તૈયારીઓને જોતાં આઇપીએલ (IPL 2021)ની આ સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) તરફથી ઓપનિંગ કરશે.

    કોહલીએ મેચ જીત્યા બાદ કહ્યું કે, મેં પહેલા વિભિન્ન ક્રમ પરભ બેટિંગ કરી, પરંતુ હવે હું અનુભવી રહ્યો છું કે અમારી પાસે ઘણી મજબૂત બેટિંગ ક્રમ છે અને તે તે અમારા બે શ્રેષ્ઠ ખેલાડીઓ વિશે છે. તેથી હું રોહિતની સાથે ઓપનિંગ પાર્ટનરશિપ કરવા માંગીશ અને આ જ લયને વર્લ્ડ કપ સુધી ચાલુ રાખવા માંગીશ. ભારતીય કેપ્ટને કહ્યું કે, તે આઇપીએલમાં પોતાની ફ્રેન્ચાઇઝ માટે ઓપનિંગ કરશે.

    આ પણ જુઓ, જસપ્રીત બુમરાહે સંજના ગણેશનની સાથે શૅર કરી નવી PIC, પ્રશંસકો થયા આફરીન

    આ પણ વાંચો,  Ripped Jeans: તાજેતરમાં ચર્ચાનો મુદ્દો બનેલા રિપ્ડ જીન્સના ટ્રેન્ડની શરૂઆત થઈ હતી 1970માં

    છેલ્લી મેચમાં ટીમના પ્રદર્શન પર કોહલીએ કહ્યું કે, રોહિત શર્માની ક્લાસિક રમત જોવા મળી અને ફરી નંબર ત્રણ પર સૂર્યકુમાર યાદવે પણ સારી બેટિંગ કરી. બાદમાં હાર્દિક પંડ્યાએ સ્ફોટક રમત આગળ વધારી. અમારા માટે આ સંપૂર્ણ મેચ હતી. અમે સામેવાળી ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી. ત્યાં સુધી કે આટલા વધારે ડ્યૂની સાથે અગાઉની જેમની જેમ લક્ય્્નો બચાવ કરવામાં અમે સફળ રહ્યા.
    Published by:Mrunal Bhojak
    First published: