જો કોહલીના પરિવારે આ નિર્ણય ન લીધો હોત, તો તે અત્યારે પાકિસ્તાન ટીમમાં હોત!

News18 Gujarati
Updated: November 5, 2019, 10:42 AM IST
જો કોહલીના પરિવારે આ નિર્ણય ન લીધો હોત, તો તે અત્યારે પાકિસ્તાન ટીમમાં હોત!
વિરાટ કોહલી આજે પોતાનો 31મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. (AP)

ભારતના કટ્ટર પ્રતિદ્વંદી પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં એક નામ વિરાટ કોહલીનું પણ હોઈ શકતું હતું

  • Share this:
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)નો કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) આજે 31મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ક્રિકેટની દુનિયામાં પોતાના રમતથી રેકોર્ડનો પહાડ ઊભો કરનારા કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યા બાદથી સતત કમાલ કરી છે. તેના જન્મદિવસે ન્ગૂઝ18 ગુજરાતી આપની સમક્ષ વિરાટ કોહલી અને તેના પરિવાર સાથે જોડાયેલા એક એવી વાત રજૂ કરી રહ્યું છે જે તમે અગાઉ ક્યારેય નહીં સાંભળી હોય. ભારતમાં હજુ પણ હજારો લોકો 1947ના ભાગલાના દર્દને ભૂલી નથી શક્યા. 15 ઑગસ્ટ 1947 બાદ અનેક ખેલાડી એક-બીજાના વિરોધી બનીને મેદાનમાં ઉતરવા લાગ્યા હતા. રમતના મેદાન પર ભારતના કટ્ટર પ્રતિદ્વંદી પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં એક નામ વિરાટ કોહલીનું પણ હોઈ શકતું હતું.

કોહલીના પરિવારે પણ ભાગલાનું દર્દ સહન કર્યું

આ ભાગલાનું દર્દ વિરાટ કોહલીના પરિવારે પણ સહન કર્યું હતું. કોહલીનો પરિવાર પાકિસ્તાનથી 1947માં મધ્ય પ્રદેશના કટની શહેર આવી ગયો હતો. ત્યારબાદ 14 વર્ષ સુધી તેના પિતા પ્રેમ કોહલી આ જ શહેરમાં સ્થાયી થયા હતા. 1961માં વિરાટના પિતા પ્રેમ કોહલી પોતાના પરિવાર સાથે દિલ્હી શિફ્ટ થઈ ગયા. અહીં વિરાટનો જન્મ થયો. મધ્ય પ્રદેશના કટનીમાં પોતાના પરિવારને મળવા વિરાટ કોહલી છેલ્લે 10 વર્ષ પહેલા 2005માં ગયો હતો. ત્યારબાદ તે સમય ન હોવાના કારણે ફરીથી કટની શહેર ન જઈ શક્યો.

તો પાકિસ્તાની ટીમમાં હોત વિરાટ કોહલી

જો વિરાટ કોહલીના પરિવારે ભાગલા બાદ ભારત આવવાનો નિર્ણય ન લીધો હોત તો શક્ય છે કે આજે કોહલી પાકિસ્તાની ટીમનો હિસ્સો હોત. કોહલીની ટેલેન્ટ જોતાં પાકિસ્તાની સિલેક્ટર્સને તેને ટીમમાં સામેલ કરવો જ પડતો. એવું પણ થાત કે તે પાકિસ્તાની ટીમનો કેપ્ટન પણ હોત. પરંતુ કોહલીના પરિવારે ભારત આવવાનો નિર્ણય કર્યો અને આજે ક્રિકેટ ઈતિહાસમાં વિરાટ કોહલી નવા કિર્તીમાન સ્થાપિત કરતો જ જઈ રહ્યો છે અને દેશનું નામ પણ રોશન કરી રહ્યો છે.

ભત્રીજાએ ક્રિકેટ તો કાકીએ રાજકારણમાં સફળતા મેળવીવિરાટના પિતાએ દિલ્હીમાં વેપાર જમાવ્યો તો તેમના ભાઈ અને ભાભીએ કટનીમાં રાજકારણના મેદાનમાં સફળતા મેળવી. કટનીમાં રહેનારી વિરાટ કોહલીની કાકી આશા કોહલી આ શહેરની મેયર ચૂંટાઈ હતી. કાકા ગિરીશ કોહલી અને કાકી આશા કોહલી હજુ પણ કટનીમાં રહે છે. તેમને એ વાતનો ગર્વ છે કે તેમનો લાડકો ભત્રીજો દેશ માટે ક્રિકેટ રમે છે અને પોતાની રમતથી દુનિયામાં ભારત અને પોતાના પરિવારનું નામ રોશન કરી રહ્યો છે.

આ પણ વાંચો,

ભારતના પૂર્વ વિકેટકીપરે કહ્યું - વર્લ્ડ કપમાં પસંદગીકારો અનુષ્કા શર્માની સેવામાં લાગ્યા હતા
ભારતના બધા કેપ્ટનો પર ભારે પડ્યો વિરાટ, બનાવ્યા આ રેકોર્ડ્સ
First published: November 5, 2019
વધુ વાંચો
अगली ख़बर