વિરાટ કોહલી બન્યો નંબર 1 ટેસ્ટ બેટ્સમેન, સ્ટીવ સ્મિથને પાછળ ધકેલ્યો

News18 Gujarati
Updated: December 4, 2019, 2:44 PM IST
વિરાટ કોહલી બન્યો નંબર 1 ટેસ્ટ બેટ્સમેન, સ્ટીવ સ્મિથને પાછળ ધકેલ્યો
વિરાટ કોહલી બન્યો નંબર 1 ટેસ્ટ બેટ્સમેન

આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલી શિખર પર તો રોહિત શર્મા ટૉપ 10માંથી બહાર ફેંકાયો

  • Share this:
મુંબઈ : ટીમ ઈન્ડિયા (Team India)નો કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ફરી એકવાર નંબર 1 ટેસ્ટ બેટ્સમેન બની ગયો છે. આઈસીસીના તાજા ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલીએ સ્ટીવ સ્મિથ (Steve Smith)ને પાછળ ધકેલી દીધો છે. તાજા અપટેડ મુજબ, વિરાટ કોહલીના 928 પૉઇન્ટ છે અને સ્ટીવ સ્મિથ 923 પૉઇન્ટની સાથે બીજા નંબરે ગબડી ગયો છે. વિરાટ કોહલીએ બાંગ્લાદેશની વિરુદ્ધ ડે-નાઇટ ટેસ્ટમાં સદી ફટકારી હતી જેનો તેને ફાયદો થયો.

સ્ટીવ સ્મિથને કેમ થયું નુકસાન?

સ્ટીવ સ્મિથનું નંબર 2 પર ગબડવાનું કારણ તેની બે ઇનિંગ છે. મૂળે, સ્મિથ પાકિસ્તાન (Pakistan)ની વિરુદ્ધ રમાયેલી બે ટેસ્ટ ઇનિંગમાં ફ્લોપ રહ્યો. તે બંને ઇનિંગમાં 50નો આંકડો સ્પર્શવામાં નિષ્ફળ રહ્યો. સ્મિથે બ્રિસબેનમાં 4 અને એડિલેડમાં 36 રન કર્યા, જેનું નુકસાન તેને ભોગવવું પડ્યું.

ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલીએ સ્ટિવ સ્મિથને પછાડ્યો


આઈસીસી ટેસ્ટ રેન્કિંગની મહત્વની વાતો

આઈસીસીના તાજા ટેસ્ટ રેન્કિંગ (ICC Test Ranking)ની મહત્વની વાત એ છે કે રોહિત શર્મા (Rohit Sharma) ટૉપ 10થી બહાર થઈ ગયો છે. બાંગ્લાદેશ (Bangladesh)ની વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં ફ્લોપ થવાના કારણે રોહિતને નુકસાન પહોંચ્યું. આમ તો, ભારતના કુલ 3 બેટ્સમેન ટૉપ 10માં છે. ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) ચોથા અને અજિંક્ય રહાણે (Ajinkya Rahane) છઠ્ઠા નંબરે છે.વૉર્નરની ટૉપ 10માં ધમાકેદાર એન્ટ્રી

આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં સૌથી મોટો છલાંગ ડેવિડ વૉનર (David Warner)એ લગાવી. પાકિસ્તાનની વિરુદ્ધ અણનમ ત્રેવડી સદી ફટકાર્યા બાદ વૉર્નરે ટેસ્ટ રેન્કિંગમાં 12 સ્થાનની છલાંગ લગાવી અને તે પાંચમા નંબરે પહોંચી ગયો. તેના સાથી ખેલાડી માર્નસ લૈબુશેને 6 સ્થાનની છલાંગ લગાવીને આઠમા નંબરે સ્થાન મેળવ્યું. ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ બેવડી સદી ફટકારનારા ઈંગ્લિશ કેપ્ટન જો રૂટ 4 પૉઇન્ટની સાથે 7મા નંબરે પહોંચી ગયો છે.

આ પણ વાંચો, મેચ દરમિયાન ભારતીય ક્રિકેટરને હાર્ટ અટેક આવ્યો, હૉસ્પિટલ પહોંચતા પહેલા મોત!
First published: December 4, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading